બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / By the end of December, 4 dream projects will be opened simultaneously in Gujarat

વિકાસની ભેટ / ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં એકસાથે 4 ડ્રીમ પ્રોજક્ટો ખુલ્લા મૂકાશે, PM મોદીના હસ્તે લોકાર્પણની શક્યતા

Priykant Shrimali

Last Updated: 09:30 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat News : ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા 4 ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે, તમામ પ્રોજેક્ટના PM મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે

  • ડિસેમ્બરમાં ગુજરાતને નવા પ્રોજેક્ટોને ભેટ મળશે
  • ડિસેમ્બરના અંત સુધીમાં 4 ડ્રીમ પ્રોજેક્ટ ખુલ્લા મૂકાશે
  • તમામ પ્રોજેક્ટના PM મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે
  • દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ ડિસેમ્બર મહિનામાં ખુલ્લુ મૂકાશે
  • સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ, રાજકોટ એઈમ્સ ડિસેમ્બર મહિનામાં ખુલ્લુ મૂકાશે 

Gujarat News : ગુજરાતને આગામી ડિસેમ્બર માસ સુધીમાં નવા 4 ડ્રીમ પ્રોજેક્ટની ભેટ મળી શકે છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં 4 મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. જેમાં દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સ લગભગ તૈયાર છે. હવે આ ચારેય પ્રોજેક્ટ આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે. 

દ્વારકાનો સિગ્નેચર બ્રિજ 
ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જોકે હવે કરોડોના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે. 

સુરત ડાયમંડ બુર્સ 
ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે. 

સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ
મેગા સિટી અમદાવાદમાં 350 કરોડના ખર્ચે થયેલ થઈ રહેલ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી BRTS, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે 1200 વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે. 

રાજકોટ એઈમ્સનું કામ પૂર્ણતાના આરે 
આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. મહત્વનું છે કે, આ ચારેય મહત્વનના પ્રોજેક્ટનું ડિસેમ્બરના અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News PM મોદી દ્વારકા સિગ્નેચર બ્રિજ  રાજકોટ એઈમ્સ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સુરત ડાયમંડ બુર્સ gujarat news
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ