બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / By January 4 there will be a possibility of change in the weather zone in the northwest of the country

2 મિનિટ 12 ખબર / સરકારી ભરતીની પેટર્ન બદલાઈ, કતારમાં વિશ્વએ જોઈ ભારતની તાકાત, ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો

Kishor

Last Updated: 12:06 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 જાન્યુઆરીમાં સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો તથા 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્ર ફેરફાર થવાની શક્યતા રહેશે.

In the year 2023, a special change has been seen in the weather. The rainfall pattern has also changed since Biporzoi

શિયાળામાં સારી ઠંડી ન પડે તો તેની અસર ખેતીપાક પર પડતી હોય છે. ઘઉં, રાઈ જેવા વિવિધ પાકને અસરકારક ઠંડીની જરૂર પડે છે. આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે. 2 જાન્યુઆરીમાં સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભવનાઓ છે. 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્ર ફેરફાર થવાની શક્યતા રહેશે. 

Apart from Junior Clerks, 21 recruitments will conduct the main written test

રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

 

Gujarat Finance ministry approved 30 percent of hike of ST Fix Pay Karmachari

રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  ST નિગમના ફિક્સ-પેનાં કર્મચારીઓનાં પગારમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નાણા વિભાગ દ્વારા મંજૂરી મળી જતાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે.

After the concession of liquor in Gandhinagar's Gift City, the discussion of liquor concession in the entire state has...

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ  સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે દારૂમાં છૂટને લઇને જણાવ્યું કે,રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટ અંગે વિચાર કરાઇ રહ્યો છે. ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સંખ્યાબંધ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવા વેરિયન્ટને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના JN.1 વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરાઇ રહ્યું છે. તેમણે આ અંગે જણાવ્યું કે 4 હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ સિક્વન્સની તપાસ કરવામાં આવે છે. એટલું જ નહીં નવા વેરિયન્ટના 36માંથી 22 દર્દીઓ સાજા થયા છે. વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે 14 કેસ હાલ આઇસોલેશનમાં છે. દેશમાં JN.1ના કેસો સૌથી વધુ ગુજરાતમાં સામે આવ્યા છે તેવામાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પોઝેટિવ રેટલ ખૂબ જ નીચો છે.

Gujarat 523 ASIs who pass departmental exam promoted to PSI, view list

ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 523 ASIને PSIનું પ્રમોશન મળ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ખાતા દ્વારા આ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જેમાં તમામ PSIનું નામ ટાંકવામાં આવ્યું છે. કાર્યાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે પોલીસ સબ ઈન્સપેક્ટર (બિન હથિયારી) વર્ગ -3ની ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતાં આસિસ્ટન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ( બિન હથિયારી) વર્ગ-3 સંવર્ગ ( પગાર ધોરણ 25500-81,100 (લેવલ -4))નાં કર્મચારીઓને સીનીયર ASI બઠતી માટે લાયકાત ઠરે ત્યારે હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક માટે પ્રતિક્ષામાં રાખવામાં આવેલ PSI(બિન હથિયારી)નાં નામો નીચે અનુસાર છે.

Petrol, diesel to see massive PRICE CUT soon, say sources

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું. 

Qatar court reduces death penalty of 8 ex-Indian Navy officers to jail terms

કતાર સરકારે  8 ભારતીય નેવી અધિકારીઓની ફાંસીની સજા રદ કરીને તેમને રાહત તો આપી દીધી છે પરંતુ હવે તેમની વતન વાપસી કેવી રીતે થશે, તેઓ ભારત પાછા આવી શકશે કે પછી કાયમ કતારની જેલમાં સબડવાનો વારો આવશે? જોકે 2014ના એક પગલાંથી તેમની વતન વાપસીનો માર્ગ મોકળો થઈ શકે છે. 2014માં ભારત અને કતાર વચ્ચે કેદીઓની અદલાબદલીની એક સંધિ થયેલી છે. આ સંધિ હેઠળ ભારત અને કતાર બન્ને એકબીજાની જેલમાં બંધ કેદીઓને આપલે કરી શકે છે. એટલે હવે આ સંધિ હેઠળ ભારત તેના 8 કેદીઓને પાછા માગી શકે છે, કતાર ભારતની માગ પૂરી કરવા બંધાયેલ છે. 

bounty of Rs 1 crore was placed on the head of Ram Gopal Verma, the director filed a police complaint.

જાણીતા ફિલ્મ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં ફિલ્મ વ્યુહમને કારણે કોલિકાપુડી શ્રીનિવાસ રાવે તેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ ઓફર કર્યું હતું, ત્યારબાદ ડિરેક્ટરે પોલીસમાં ફરિયાદ કરી છે. મંગળવારે એટલે કે 26મી ડિસેમ્બરે ઓનલાઈન ફરિયાદ નોંધાવ્યા બાદ તે 27મી ડિસેમ્બરે વિજયવાડામાં પોલીસ મહાનિર્દેશકની ઓફિસે પહોંચીને ફરિયાદ કરી હતી.

 indian stock market-closes at lifetime high due to buying in fmcg banking energy stocks

નવા વર્ષના સ્વાગતમાં શેર બજારમાં અત્યારે આતિશબાજી ચાલુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોરદાર તેજી સાથે લાઈફટાઈમ હાઈ પર સેંસેક્સ અને નિફ્ટી બંધ થયો હતો. ત્યારે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયાની વાત કરવામાં આવે તો ભારતીય શેર બજારમાં વર્ષ 2023ના છેલ્લા ટ્રેડિંગ અઠવાડિયામાં સતત ત્રીજા દિવસે શાનદાર ઉછાળા સાથે બંધ થયું છે. FMCC અને એનર્જી સ્ટોકમાં ખરીદારીથી બજારમાં આજે તેજી જોવાઈ હતી. ડિસેમ્બર પણ સિરિઝનો છેલ્લો દિવસ હતો અને જોરદાર ખરીદીના કારણે BSE સેન્સેક્સ 371 પોઈન્ટના ઉછાળા સાથે 72,410 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 124 પોઈન્ટના ઉછાળા સાથે 21,778 પર બંધ રહ્યો હતો.

 

Ambati Rayudu will now be seen on the political pitch

ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુ હવે રાજનીતિની પિચ પર પોતાના કિસ્મત અજમાવશે. આજે તેઓએ રાજનીતિની પીચ પર વિધિવત કદમ માંડી દીધા છે. તેઓ મુખ્યમંત્રી જગત રેડીની હાજરીમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. નોંધનીય છે કે 37 વર્ષીય રાયડુએ IPL 2023 માં જીત બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. રાયડુ IPL માં ગત વર્ષે મહેન્દ્રસિંહ ધોનીની નેતૃત્વ વાળી ચેન્નાઈ સુપર કિંગમાંથી રમ્યા હતા અને તેમણે જીત બાદ રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. જેને હવે રાજકારણમાં ડગ માંડ્યા છે.

Virat Kohli removed for 76, SA humiliate IND by an innings and 32 run win in Centurion

સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું ભારતનું સપનું રોળાઈ ગયું છે. રોહિત બ્રિગેડનો એક પણ ખેલાડી ન ચાલવાને કારણે સાઉથ આફ્રિકાએ એક ઈનિંગ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. ભારત હવે માત્ર બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીની બરોબરી કરી શકે છે. બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાવાની છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ બંને ઇનિંગ્સ ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઈનિંગમાં કેએલ રાહુલ અને બીજી ઈનિંગમાં વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાનો અન્ય કોઈ બેટ્સમેન સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોનો સામનો નહોતો કરી શક્યાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ