બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Extra / BSFમાં ગૃપ B અને Cમાં બમ્પર ભરતી, છેલ્લી તારીખ પહેલા આ રીતે કરો ઓનલાઈન અરજી

સરકારી નોકરી / BSFમાં ગૃપ B અને Cમાં બમ્પર ભરતી, છેલ્લી તારીખ પહેલા આ રીતે કરો ઓનલાઈન અરજી

Last Updated: 07:40 PM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSFમાં SI, ASI અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

BSFમાં SI, ASI અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ભરતી માટે આ જરૂરી લાયકાત છે. BSF એ ગ્રુપ B અને ગ્રુપ C ભરતી 2024 હેઠળ ઘણી બધી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો એસઆઈ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

તમે પણ સરકારી નોકરી કરવા માંગો છો. તો તમારા માટે આ સમાચાર છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતીઓ BSF ગ્રુપ B અને ગ્રુપ C ભરતી હેઠળ કરવામાં આવશે. સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. કોન્સ્ટેબલની ભરતી હેઠળ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી કરાશે. જેના માટે 10, 12 પાસ અને સ્નાતકો અરજી કરી શકે છે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in દ્વારા અરજી કરી શકે છે. BSF ગ્રુપ B અને C ભરતી હેઠળ કુલ 144 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

bsf6.jpg

અરજીની છેલ્લી તારીખ

SI, ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરવાની અને અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 17 જૂન 2024 છે. BSF માં કોન્સ્ટેબલ, SI અને ASI ની જગ્યાઓ પર ભરતી લેખિત કસોટી/કૌશલ્ય કસોટી અને શારીરિક કસોટી પછી કરવામાં આવશે. વિગતવાર માહિતી માટે ભરતી સૂચના જુઓ.

ભરતી યોગ્યતા

સહાયક ગ્રંથપાલની જગ્યા - ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી લાઇબ્રેરી સાયન્સ અથવા લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

સ્ટાફ નર્સ - ઉમેદવારોએ 12મું પાસ કર્યું હોવું જોઈએ અને જનરલ નર્સિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ. ઉપરાંત, અરજદાર ભારતીય નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ હોવું જોઈએ.

તેવી જ રીતે, લેબ ટેક, વ્હીકલ મિકેનિક, ફિઝિયોથેરાપિસ્ટ, કોન્સ્ટેબલ ટેકનિકલ અને અન્ય પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ છે.

કેટલી ઉમર

ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે મહત્તમ 25 થી 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે અનામત વર્ગના ઉમેદવારો માટે પણ વિશેષ છૂટછાટની જોગવાઈ કરવામાં આવી છે.

કેટલી વેકેન્સી

BSF ગ્રુપ B અને C ભરતી હેઠળ કુલ 144 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઈન્સ્પેક્ટર લાઈબ્રેરીયન – 2 જગ્યાઓ, SI સ્ટાફ નર્સ – 14 જગ્યાઓ, ASI લેબ ટેક – 38 જગ્યાઓ, ASI ફિઝિયોથેરાપિસ્ટ – 47 જગ્યાઓ, ASI વ્હીકલ મિકેનિક – 3 જગ્યાઓ, કોન્સ્ટેબલ ટેકનિકલ – 34 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ વેટરનરી – 4 જગ્યાઓ, કોન્સ્ટેબલ (કેનલમેન) – 2 જગ્યાઓ.

અરજી ફી

એસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પોસ્ટ માટે લાયકાત અને અરજી ફી અલગ છે.

આ પણ વાંચોઃ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે સ્માર્ટ ટિપ્સ, વધારે રિટર્ન મળવાની ગેરેન્ટી!

આ રીતે અરજી કરો

- સૌથી પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.

- હવે ભરતી વિભાગ પર જાઓ અને ગ્રુપ B અને C ભરતી માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.

- અહીં તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને રજીસ્ટ્રેશન કરીને લોગીન કરો.

- હવે તમારી લાયકાત અને અનુભવ સંબંધિત સંપૂર્ણ વિગતો દાખલ કરો.

- પ્રમાણપત્રો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફી સબમિટ કરો.

- આ પછી ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

BSF ભરતી 2024 BSF Recruitment 2024 Government Job સરકારી નોકરી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ