બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Bullying of a policeman who came to towing a vehicle on Ahmedabad Relief Road

CCTV ફૂટેજ / અમદાવાદમાં પોલીસકર્મીએ વૃદ્ધને રસ્તાની વચ્ચે લાફો ઝીંકી દીધો, વાહન ટોઇંગ કરવાનો કરી રહ્યા હતા વિરોધ, દાદાગીરીથી પરેશાન થયા શહેરીજનો

Malay

Last Updated: 10:46 AM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ રિલીફ રોડ પર વાહન ટોઇંગ કરવા આવેલા પોલીસ કર્મચારીની દાદાગીરી, વાહન ટોઇંગ કરવા ન દેતા સિનિયર સિટીઝનને માર્યો લાફો

  • ટોઇંગ કરવા આવેલા પોલીસ કર્મચારીની દાદાગીરી
  • વાહન ટોઇંગ નહીં કરવા દેતા સિનિયર સિટીઝનને લાફો માર્યો
  • ઘટનાને લઇને સિનિયર સિટીઝને ન્યાયની માંગ કરી

Ahmedabad News: અમદાવાદમાં પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. શહેરના રિલીફ રોડ પર વાહન ટોઈંગ નહીં કરવા દેતા પોલીસકર્મીએ સિનિયર સિટીઝનને લાફો માર્યો હતો. પોલીસકર્મીની દાદાગીરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ સિનિયર સિટીઝને વીડિયો જાહેર કરીને ન્યાયની માંગ કરી છે. 

ટ્રાફિકકર્મીએ સિનિયર સિટીઝનનું ઉઠાવ્યું વાહન
હકીકતમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર રિલીફ રોડ પર ટ્રાફિક વિભાગના કર્મચારીઓ વાહન ટોઈંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન રિલીફ રોડ પર ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ સિનિયર સિટીઝના વાહનને ઉઠાવ્યું હતું. જોકે, તરત જ સિનિયર સિટીઝન ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ પોતાના વાહનને ન લઈ જવાની અપીલ કરી હતી.

પોલીસકર્મીની દાદાગીરી સામે લોકોમાં રોષ
વાહન ટોઇંગ ન કરવા દેતા ટ્રાફિક વિભાગના કર્મચારીઓ સાથે રહેલા પોલીસકર્મી લાલઘુમ થઈ ગયા હતા અને તેમણે સિનિયર સિટીઝનને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ આસપાસના લોકો એકત્રિત થઈ જતા પોલીસકર્મીની દાદાગીરીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસકર્મીની દાદાગીરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ ઘટનાને લઇને સિનિયર સિટીઝને ન્યાયની માંગ કરી છે. 

ટોઇંગ કરનાર ટીમની દાદાગીરી
મહત્વનું છે કે, રિલીફ રોડ પર વાહન ટોઇંગ કરનાર ટીમની દાદાગીરીથી સ્થાનિક લોકો અને દુકાનદારો પરેશાન છે. અવારવાર ટ્રાફિક કર્મચારી અને સ્થાનિકો વચ્ચે ગાડી ટોઈન કરવાના મુદ્દે માથાકૂટના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિનિયર સિટીઝન પર હાથ ઉપાડનાર પોલીસકર્મી સામે કોઈ એક્શન લેશે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ