બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / બિઝનેસ / ભારત / Budget / Budget 2024 Good news for farmers before elections, government will bring scheme to help dairy farmers

Budget 2024 / બજેટ 2024: ચૂંટણી પહેલા ખેડૂતો માટે ગુડ ન્યૂઝ, પશુપાલકોને પણ મળશે મદદ

Megha

Last Updated: 12:58 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરતાં સમયે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના વધુ વિકાસ માટે સરકાર જાહેર અને ખાનગી રોકાણને વધુ પ્રોત્સાહન આપશે.

  • નિર્મલા સિતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. 
  • કહ્યું, ખેડૂતો, ગરીબ, મહિલાઓ અને યુવાઓએ મોદી સરકારના ચાર સ્તંભ છે
  • 38 લાખ ખેડૂતોને PM સંપદા યોજનાનો લાભ મળ્યો છે 

મોદી સરકારની બીજી ટર્મનું અંતિમ બજેટ નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કર્યું.  જેમાં નાણાંમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે,ખેડૂતો, ગરીબ, મહિલાઓ અને યુવાઓએ મોદી સરકારના ચાર સ્તંભ છે. જેમાં જગતના તાતની વાત કરીએ તો નાણામંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 38 લાખ ખેડૂતોને PM સંપદા યોજનાનો લાભ મળ્યો અને 10 લાખ રોજગારીની તકો ઉભી થઈ છે. 

નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, 'લણણી પછીના નુકસાનને રોકવા માટે પણ યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. કાપણી પછીની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારીને મજબૂત બનાવવાની નાણામંત્રીએ માહિતી આપી હતી. સ્વનિર્ભર તેલ બીજ અભિયાનને વધુ મજબૂત બનાવવાની સાથે કૃષિ ટેક્નોલોજી અને કૃષિ વીમાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે જ ડેરી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ મદદ કરવામાં આવી છે. '

આ ઉપરાંત રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને મત્સ્ય સંસાધનોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. મત્સ્ય સંપદા યોજના દ્વારા ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ત્રણથી પાંચ ટન સુધી વધારવામાં આવશે. 55 લાખ નવી રોજગારીની તકો ઉભી થશે.  કૃષિ માટે આધુનિક સ્ટોરેજ અને સપ્લાય ચેઈન પર ફોકસ કરવામાં આવશે. સરકાર ડેરી ખેડૂતોની મદદ માટે એક સ્કીમ લાવશે. નેનો ડીએપીનો ઉપયોગ તમામ ક્ષેત્રોમાં વધારવામાં આવશે. સીફૂડની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર 5 સંકલિત એક્વા પાર્ક ખોલશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને સરકાર ગરીબોને સશક્ત બનાવી રહી છે. 4 કરોડ ખેડૂતોને પાક વીમાનો લાભ મળ્યો છે. મફત રાશનથી 80 કરોડ લોકોની અન્નની ચિંતાનો અંત આવ્યો. છેલ્લા 10 વર્ષોમાં 30 કરોડ મુદ્રા યોજના લોન મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવી છે.  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને 70% મકાનો આપવામાં આવ્યા છે. 

નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.
મોદી સરકાર 2.0નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે. 

બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટને મંજૂરી આપવા માટે કેબિનેટની બેઠક પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં બજેટને મંજૂરી આપ્યા પછી, રાષ્ટ્રપતિએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા. એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.  સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને  9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 

2019 ના વચગાળા બજેટમાં શું જાહેરાત કરવામાં આવી હતી?
પરંપરા મુજબ, વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019 ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

આ મહિનામાં આવી શકે છે પૂર્ણ બજેટ 
વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ