બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Breastfeeding women should not eat carrots

તમારા કામનું / સલાડમાં વધારે પડતો ગાજરનો ઉપયોગ કરનારા સાવધાન, ગંભીર બીમારી ખતરો જાણી ઉડી જશે હોશ

Kishor

Last Updated: 09:46 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાજરને પણ વધુ માત્રામાં ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિણામે અનેક સમસ્યાઓ માથું ઊંચકી શકે છે.

  • વધુ પડતા ગાજર ખાવાથી રોગનું ઘર બની શકે છે શરીર
  • આવા લોકોએ ગાજર ખાતા પહેલા તબીબની સલાહ ચોક્કસથી લેવી જોઈએ
  • સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગાજર ખૂબ ખાતા હોય છે. ગાજરના પરોઠા, ગાજરનો હલવો ગાજરનું અથાણું સહિત જુદી જુદી વાનગીઓ બનાવી લોકો ગાજર આરોગતા હોય છે. પરંતુ જૂની કહેવત મુજબ 'હદથી વધારે જે કાંઈ વસ્તુ છે તે ઝેર છે' તે જ રીતે ગાજરને પણ વધુ માત્રામાં ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિણામે અનેક સમસ્યાઓ માથું ઊંચકી શકે છે. ગાજર સ્વસ્થ માટે ફાયદાકારક હોય છે. પરંતુ તે વધુ પડતા ખાવાથી ગેરફાયદા પણ થાય છે. ત્યારે આવો જાણીએ ગાજર ખાવાથી કઈ બીમારી થઈ શકે છે.

શિયાળાની સિઝનમાં ગાજર કેમ ખાવુ જોઈએ? જાણો તેના ગુણકારી ફાયદા | benefits o  carrot in winter eye vision diabetes blood sugar insulin heart attack

ગળામાં બળતરા ઉભી કરી શકે છે

બીપી અને સુગરની સમસ્યાથી પીડાતા લોકોએ ગાજર ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે ગાજર ખાવાથી લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે અને તે સરવાળે સમસ્યા ઊભી કરી શકે છે. આથી આવા લોકોએ ગાજર ખાતા પહેલા તબીબની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. વધુમાં જે લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે એટલે કે અનિદ્રાની સમસ્યા છે. તેવા લોકોએ પણ ગાજર ખાવું ટાળવું જોઈએ બીજી બાજુ ગાજરમાં રહેલો પીળો ભાગ જે ગરમ હોવાથી પેટમાં ગરમી અને ગળામાં બળતરા ઉભી કરી શકે છે તેમજ ગાજર ખાવાથી દાંતમાં પણ દુખાવો થઈ શકે છે અને તેમાં રહેલો પીળો ભાગ દાંતને ઘણી હદ સુધી નબળા પણ કરી શકે છે.

શિયાળાની સિઝનમાં ગાજર કેમ ખાવુ જોઈએ? જાણો તેના ગુણકારી ફાયદા | benefits o  carrot in winter eye vision diabetes blood sugar insulin heart attack

સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ

વધુમાં ગાજરમાં મોટા પાયે ફાઇબરની માત્રા હોવાથી તમે રોજ ગાજર ખાવ તો શરીરમાં ફાઇબરનું સ્તર ઘણી હદ સુધી વધી શકે છે. જેને પગલે પેટમાં દુખાવા સહિતની પેટને લગતી બીમારીઓ વધી શકે છે. એટલું જ નહીં ફાઇબરની સાથે ગાજરમાં કેરોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાના રંગમાં બદલાવ કરી શકે છે. કેરોટીનનું પ્રમાણ વધતાની સાથે જ ત્વચા પીળાશ પડતી બને છે. ખાસ વાત એ છે કે સ્તનપાન કરાવતી મહિલાઓએ ગાજર ન ખાવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ