બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Bootlegger Sarkhej Police Sindhu Bhavan Road Ahmedabad

કારમાં વાઇન શોપ! / અમદાવાદમાં બુટલેગરોએ દારૂ છુપાવવા અજમાવી એવી તરકીબ કે પોલીસ પણ ચકરાવે ચડી

Hiren

Last Updated: 04:04 PM, 14 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ પર કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની ખેપ મારતા એક બુટલેગરને પોલીસે રંગેહાથ ઝડપી લીધો છે. કારના ફૂટરેસની નીચે બોક્સ બનાવીને દારૂની બોટલો છુપાવતો હતો અને હોટલ તથા રેસ્ટોરાંમાં પાર્ટી માટે આવેલા યંગસ્ટરને દારૂ મોકલતો હતો. આ બુટલેગરે કારને વાઇન શોપ બનાવી દીધી હોય તેવું પણ કહી શકાય.

  • બુટલેગરે કારને વાઇન શોપ બનાવી દીધી!
  • કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની ખેપ મારતો બુટલેગર ઝડપાયો 
  • દારૂની ખેપ મારતા એક બુટલેગરને પોલીસે રંગેહાથ ઝડપી લીધો

અમદાવાદની સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સિંધુ ભવન રોડ પર આવેલી ક્રશ કાફે પાસે એક અલ્ટો કારમાં દારૂનો જથ્થો છે. બાતમીના આધારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, જ્યાં એક નંબર પ્લેટ વગરની અલ્ટો કાર ઊભી હતી. શંકાના આધારે પોલીસ ત્યાં ગઇ અને કારમાં બેઠેલા યુવક મહિપાલસિંહ તંવરને નીચે ઉતારી કારનું ચે‌કિંગ શરૂ કર્યું હતું. 

કારના ફૂટરેસની મેટ ઊંચી કરીને જોતાં તેમાં એક બોક્સ હતું, જેમાંથી અલગ અલગ બ્રાન્ડની 55 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં આ દારૂ તેના મિત્ર નેપાલસિંહ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે. મહિપાલસિંહ સિંધુ ભવન રોડ પર ફરતો હતો અને લોકોની ‌રિકવાયરમેન્ટ પ્રમાણે દારૂ આપતો હતો. સરખેજ પોલીસે મહિપાલ અને નેપાલસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ