બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood actors congratulated scientists on the success of Chandrayaan 3

ચંદ્ર પર તિરંગો / ચંદ્રયાન-3નો 'વિક્રમ' બૉલીવુડે વધાવ્યો: શાહરુખ ખાને કહ્યું ચાંદ તારે તોડ લાઉ..તો સની દેઓલે ખાસ અંદાજમાં આપ્યા અભિનંદન

Dinesh

Last Updated: 10:32 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : સની દેઓલએ ટ્વીટ કરીને લખ્યું કે, આ ગર્વની ક્ષણ છે હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે, ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISROને અભિનંદન.

  • ચાંદની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ
  • બોલિવૂડના કેટલાક સિતારાઓ ખુશી વ્યક્ત કરી 
  • હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે: સની દેઓલ


ચંદ્ર પર ભારતનો તિરંગો લહેરાઈ ચુક્યો છે. જે ખુશીના સમયની સૌ કોઈ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યાં હતા તે સમય આવી ગયો છે. જેને લઈ સૌ દેશવાસી ખુશીથી ઉજવણી કરી રહ્યાં છે. બોલિવૂડના કેટલાક સિતારાઓ પણ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. સની દેઓલ, અજય દેવગન, અક્ષય કુમાર સહિત ઘણા બધા ફિલ્મ સ્ટારોએ સોશિયલ મીડિયાના મારફતે અભિનંદન પાઠવ્યા છે.

અક્ષય કુમારે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાન 3ની સફળતા પૂર્વક લેન્ડિગ પછી અક્ષય કુમારે એક ટ્વીટ કરી લખ્યું છે કે, કરોડો દિલ ઈસરોને અભિનંદન પાઠવી રહ્યાં છે. તમારાથી અમને ગર્વ અનુભવીએ છીએ. ભારત ચંદ્ર પર છે. આપણે ચંદ્ર ઉપર છીએ. અક્ષય કુમાર સિવાય સની દેઓલને પણ ગદ્દર વાળી સ્ટાઈલમાં શુભકામનાઓ પાઠવી છે. 

 'હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે'
સની દેઓલએ ટ્વીટ કરીને લખ્યું કે, આ ગર્વની ક્ષણ છે. હિન્દુસ્તાન ઝિંદાબાદ હતો, છે અને રહેશે. ચંદ્ર પર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બદલ ISROને અભિનંદન. અજય દેવગનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અજયે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું છે કે, આ ક્ષણ જીવવા સન્માનની છે. તે ગર્વ અનુભવી રહ્યો તેમજ ઉત્સાહ છે. ભારત માતા કી જય

'ચાંદ તારે તોડ લાઉં'
શાહરૂખ ખાને ટ્વિટ કરીને લખ્યું ચાંદ તારે તોડ લાઉં… સમગ્ર દુનિયા મેળવી શકું. અમને ગૌરવ અપાવનાર તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન.

આર માધવને ટ્વીટ કર્યું
આર માધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે અને શુભેચ્છા પાઠવી છે. માધવને સ્ક્રીન પર ઈસરોના વૈજ્ઞાનિકની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2022માં તેમની ફિલ્મ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ આવી હતી જેમાં તેઓ વૈજ્ઞાનિક નામ્બી નારાયણના રોલમાં હતા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by R. Madhavan (@actormaddy)

ફિલ્મ સ્ટાર્સે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા
સની દેઓલ, અક્ષય કુમાર, અજય દેવગન સહિત અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમાં શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, રવિના ટંડન, સ્નેહા ઉલ્લાલ, અર્જુન બિજલાની, અનુપમ ખેર જેવા મોટા સ્ટાર્સ સામેલ છે. આ સ્ટાર્સની પોસ્ટ પર ફેન્સ પણ કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ