બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Blow to AAP MP Sanjay Singh: Court extends ED custody till October 13

કૌભાંડ.. / AAP સાંસદ સંજય સિંહને ફટકો: કોર્ટે 13 ઓકટોબર સુધી ED કસ્ટડી વધારી, તપાસમાં લાંચનો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 04:52 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારુ કૌભાંડ મામલે ED દ્વારા કોર્ટ સમક્ષ સંજય સિંહના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેને લઈને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર લગાવી છે

  • AAP સાંસદ સંજય સિંહને ફરી આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા
  • ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર લગાવી
  • દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી

દારુ કૌભાંડના આરોપસર ઈડીએ ગત તા. 5 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીના સાંસદ અને મોટા નેતા સંજય સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં 10 દિવસની કસ્ટડી માંગ કરતા કોર્ટે 10ને બદલે ફક્ત 5 દિવસ તેમની કસ્ટડી મંજૂર આપી હતી. જેની મર્યાદા આજે પૂર્ણ થતાં દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી AAP સાંસદ સંજય સિંહને ફરી આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે ED દ્વારા  કોર્ટ સમક્ષ સંજય સિંહના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેને લઈને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂરીની મહોર લગાવી છે. હવે સાંસદ 13મી ઓક્ટોબર સુધી ED રિમાન્ડમાં રહેશો. EDએ કોર્ટ સમક્ષ એવું પણ કહ્યું હતું કે લાંચ લેવાના નહિ પરંતુ લાંચ માંગવાના પુરાવા સામે આવ્યા છે. દારૂના લાયસન્સ માટે લાંચ માંગવામાં આવી હતી.

 

દારુ કૌભાંડમાં આપના ત્રીજા મોટા નેતાની ધરપકડ
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના ત્રીજા મોટા નેતા ઈડીની ઝપટે ચઢ્યાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને કેજરીવાલના ખાસ મનીષ સિસોદીયાની પણ ઈડી દ્વારા ધરપકડ કરાઈ હતી. સિસોદીયા હાલમાં તિહાડ જેલમાં કેદ છે. સિસોદીયા પહેલા આપ નેતા અને તે વખતના મંત્રી સત્યેન્દ્ર જૈનની પણ ધરપકડ કરાઈ હતી. સીબીઆઈ અને ઈડી બન્નેએ દારુ કૌભાંડમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહની ધરપકડ કરી છે. બીજા નેતાઓ પણ ઈડીની ઝપટમાં ચઢી શકે છે. 

શું છે દારુ કૌભાંડ
દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ અપાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ