બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / BJP released second list of 39 candidates in Madhya Pradesh, 7 MPs including 3 Union Ministers gave tickets

ચૂંટણી / મધ્યપ્રદેશમાં ભાજપે 39 ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર, 3 કેન્દ્રીય મંત્રી સહિત 7 સાંસદોને ઉતાર્યા મેદાનમાં, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 11:47 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ગણાતા ઈમરતી દેવીને પણ ટિકિટ આપવામાં આવી છે, જેઓ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા.

  • મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ તેજ
  • ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું
  • કેન્દ્રીય મંત્રીઓ સહિત 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા 


મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતિમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું બીજુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે લિસ્ટમાં અનેક ચોંકાવનારા નામ પણ છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી છે તેમજ 4થી વધુ સાંસદોને પણ રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે, કુલ 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. 

ભાજપએ બીજી યાદી જાહેર કરી
ભાજપએ બીજી યાદીમાં 39માંથી 6 મહિલાઓને ટિકિટ આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ગણાતા ઈમરતી દેવીને પણ ટિકિટ આપવામાં આવી છે. જેઓ ડાબરા વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી હારી ગયા હતા. જ્યારે કૈલાશ વિજયવર્ગીયને ઈન્દોરની નંબર 1 સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

78 ઉમેદવારોના નામ જાહેર કર્યા
કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય ઈન્દોરની નંબર 3 વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. સાંસદ ગણેશ સિંહ, સાંસદ રાકેશ સિંહ અને સાંસદ રીતિ પાઠકને પણ ટિકિટ આપવામાં આવી છે. છિંદવાડાથી કમલનાથ સામે વિવેક બંટી સાહુને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પહેલા ભાજપે પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અત્યાર સુધી ભાજપે મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી 78 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે આ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ટિકિટ આપી

  • કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર
  • કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ
  • કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે
  • સાંસદ ગણેશ સિંહ
  • સાંસદ રાકેશ સિંહ
  • સાંસદ રીતિ પાઠક
  • સાંસદ ઉદય પ્રતાપ સિંહ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ