બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP candidate Bhikhaji Thakor U-turn, decision not to contest the election has been postponed

સાબરકાંઠા / ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરનો યુ ટર્ન, ચૂંટણી નહીં લડવાનો નિર્ણય રાખ્યો મોકૂફ, કારણ પણ જણાવ્યું

Dinesh

Last Updated: 07:44 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: ભીખાજી ઠાકોરે કહ્યું કે, હાલ પૂરતો ઉમેદવારીનો નિર્ણય રદ રાખ્યો છે. પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે સંપર્કમાં છું. પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરનો ચૂંટણી લડવા ઈનકાર મુદ્દે નિવેદન સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, સાબરકાંઠા બેઠક પર ભાજપે મને ઉમેદવાર જાહેર કર્યો છે પરંતુ કેટલાક કારણોસર મેં પાર્ટીને એવું કહ્યું છે કે, હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખ્યો છે. પ્રદેશ નેતૃત્વના સંપર્કમાં છું અને તેમની સાથે મળી જે પણ નિર્ણય થશે તેની સાથે હું રહીશ. 

'પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ'
ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મેઘરજ માર્કેટયાર્ડમાં સમર્થકો સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, હાલ પૂરતો ઉમેદવારીનો નિર્ણય રદ રાખ્યો છે. પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે સંપર્કમાં છું. પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ

વાંચવા જેવું: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.  ભીખાજી ઠાકોરને ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા.  સાથો સાથ સ્થાનિક કક્ષાએ સંભવિત ઉમેદવારોને ટિકિટ માટે ફરીથી લોબિંગ શરૂ થઈ હતી. તો બીજી તરફ સાબરકાંઠા બેઠક અનેક નવા નામોની પણ ચર્ચા શરૂ થઈ હતી. જેમાં કૌશલ્યા કુંવરબા, અશ્વિન પટેલ, મહેન્દ્રસિંહ બારૈયાનું નામ વધુ ચર્ચામાં રહ્યું છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ