બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Birthdate 1 10 19 29 mulank 1 numerology strength and relationship mentioned in the jyotish shastra

અંકશાસ્ત્ર / આ તારીખે જન્મેલા છોકરા-છોકરીઓ સારા બોયફ્રેન્ડ/ ગર્લફ્રેન્ડ બની શકે છે, ખૂબીઓ છે ખૂબ જોરાવર

Vaidehi

Last Updated: 04:42 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંક જ્યોતિષ અનુસાર જન્મતારીખનાં મૂલાંકનાં આધારે વ્યક્તિનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિશે જાણી શકાય છે.

  • મૂલાંક 1માં સમાવિષ્ટ જન્મતારીખો હોય છે ખાસ
  • મૂલાંક પરથી જાણી શકાય છે વ્યક્તિનો સ્વભાવ
  • અંક જ્યોતિષમાં આ અંગે આપેલી છે માહિતી

અંકશાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા માનવામાં આવે છે. 1થી 9 સુધીનાં અંકોનાં આધાર પર કોઈપણ વ્યક્તિનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જાણી શકાય છે. વ્યક્તિની જન્મતારીખ અલગ-અલગ મૂલાંકમાં સમાવિષ્ટ થાય છે અને આ મૂલાંક ઘણો મહત્વનો હોય છે. આજે આપણે અહીં મૂલાંક 1ની વાત કરશું.

મૂલાંક 1માં કઈ તારીખ સમાવિષ્ટ થાય છે?
એવા તમામ લોકો કે જેમનો જન્મ કોઈપણ મહિનાની 1,10,19 અને 29 તારીખનાં થયો હોય તેમનું મૂલાંક 1 હોય છે. આ સિવાય વ્યક્તિનાં નામનાં આધારે પણ તેમનું મૂલાંક કાઢી શકાય છે.

મૂલાંક 1 વિશે શું કહે છે અંકજ્યોતિષ?
અંક જ્યોતિષ અનુસાર આંક 1, પોતાની અદ્વિતીય હોવાની શક્તિને દર્શાવે છે. શાસ્ત્રો અનુસાર મૂલાંક 1 આપણાં દૈનિક જીવનનાં વિવિધ અવસરોનાં સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે. તેને વિશ્વાસ, શક્તિ અને કાર્યવાહી કરવાની ક્ષમતાનું પ્રતીક માનવામાં આવે છે. મૂલાંક 1 આપણને જણાવે છે કે આપણે આપણી ઈચ્છા અનુસાર કોઈપણ વસ્તુને બદલવા માટે સક્ષમ છીએ. ભલે આપણે ભયભીત હોઈએ, તે આપણને આપણાં ભવિષ્યને જાણવા-સમજવા અને નવી શરૂઆતનો સ્વીકાર કરવા માટે પ્રેરિત કરે છે.

મૂલાંક 1 વાળા લોકોમાં હોય છે આ વિશેષતાઓ
જે લોકોનો મૂલાંક 1 હોય છે તે સંપૂર્ણપણે આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે. તેમને પોતાના પર સંપૂર્ણપણે વિશ્વાસ હોય છે અને તે લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેવા લોકો સારો સમય આવવાની રાહ નથી જોતાં પરંતુ પરિસ્થિતિઓમાં જ અવસર શોધી લે છે. તેઓ પોતાનું ભાગ્ય પોતે રચે છે.

લીડરશીપ લેવા તત્પર હોય છે
તેમને પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે. તેઓ  કંઈ કરવા પહેલા યોગ્ય રીતે તપાસ કરે છે અને પછી જ આગળ વધે છે. પોતાના ક્રિએટિવ મગજનાં બળ પર જ તેઓ મોટી-મોટી સમસ્યાઓને સરળતાથી સોલ્વ કરી લે છે. તેઓ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તેમને જેવો મોકો મળે તેઓ લીડરશીપ સંભાળી લે છે. તેમને એક જગ્યાએ બાંધી રાખવું અઘરું હોય છે. 

રિલેશનશિપમાં કેવા હોય છે આ લોકો?
આ લોકો કોઈપણ સંબંધને ઘણી સારીરીતે નિભાવે છે. જો કે સ્વભાવ અનુસાર ક્યારેક અગ્રેસિવ થઈ અને સામેવાળાને દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ પાછળથી પ્રેમાળ સ્વભાવને લીધે સંપીને રહે છે. પરિણામે મૂલાંક 1નાં લોકો સારા પાર્ટનર હોવાનું માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ