બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મનોરંજન / Bihar DGP speaks after Supreme Court verdict

નિવેદન / સુપ્રિમના ચુકાદા બાદ બોલ્યા બિહાર DGP,કહ્યું નીતિશ કુમાર પર ટિપ્પણી કરવાની રિયાની ઔકાત નહી

Kinjari

Last Updated: 01:18 PM, 19 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. બિહારના ડીજીપી ગુપ્તેશ્વ પાંડેએ મિડીયા સાથે વાત કરતી વખતે કોર્ટના નિર્ણયને મોટી જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે સુશાંતના પરિવારને ન્યાય મળશે. બિહાર પોલિસે તેમની તપાસમાં કંઇ પણ ખોટુ નથી કર્યું.

  • રિયા વિશે પૂછાયા સવાલ
  • બિહારના મુખ્યમંત્રીએ કર્યો સપોર્ટ
  • CBI કરશે સુશાંત કેસની તપાસ

DGPએ આપ્યો જવાબ

રિયા વિશે પૂછાયેલા જવાબ પર ગુપ્તેશ્વરે કહ્યું કે, રિયા ચક્રવર્તીની ઓકાત નથી કે તે બિહારના મુખ્યમંત્રી પર કોમેન્ટ કરી શકે. વધુમાં તેમણે ઉમેર્યું કે, બિહારના મુખ્યમંત્રીએ જે રીતે સપોર્ટ કર્યો છે તે વખાણવા લાયક છે. સુપ્રિમના ચુકાદા બાદ હવે સુશાંતને ન્યાય મળશે તેવું લાગી રહ્યું છે. 

તમને જણાવી દઇએ કે, કોર્ટના આ મહત્વના નિર્ણય બાદ રિયા ચક્રવર્તી અને મુંબઇ પોલિસની મુશ્કેલીઓ વધી છે. સાથે જ સુપ્રિમે કહ્યું કે રાજ્ય સરકાર સીબીઆઇ તપાસમાં કોઇ પણ પ્રકારની દખલ નહી કરી શકે. 

એક તરફ સુશાંતના ફેન્સ અને પરિવાર સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યાં હતા તો બીજી તરફ સુપ્રિમ કોર્ટે તેમના નિર્ણયમાં બિહારમાં દાખલ થયેલી ફરિયાદ કાયદાકીય રીતે સાચી છે તેમ કહીને તપાસ સીબીઆઇને સોંપી છે. 

સુપ્રિમ કોર્ટે કહી આ વાત
બે રાજ્યો વચ્ચે ફસાયેલા આ કેસનો ચૂકાદો જસ્ટીસ હ્રષિકેશ રોયે આપ્યો, સુપ્રિમે પોતાનો નિર્ણય આપતા કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઇ કરશે. પટનામાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે કાયદાકીય રીતે સાચી છે. 

આ નિર્ણય બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે અમે આ નિર્ણયને પડકારીશું. આ વાત પર કોર્ટે 35 પાનાનું જજમેન્ટ આપ્યું છે અને કહ્યું છે કે દરેક બાબત પર ધ્યાન આપ્યા બાદ જ આ ચૂકાદો આપ્યો છે. 

કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે હવે સીબીઆઇ તપાસમાં સહયોગ આપવો પડશે. મુંબઇ પોલિસે દરેક પ્રકારની માહિતી સીબીઆઇને આપવી પડશે. સુપ્રિમના નિર્ણયને પડકારવા માટે મુંબઇ પોલિસ હવે કંઇ નહી કરી શકે. 

કોર્ટે તે પણ કહ્યું કે સુશાંત કેસને માત્ર સીબીઆઇ જ તપાસશે, તેમાં એક પણ રાજ્યની સરકાર દખલ નહી આપી શકે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મુંબઇ પોલિસે સુશાંત સિંહ રાજપૂતની એક્સિડેન્ટલ રિપોર્ટ દાખલ કરાવી હતી જે બાબતે પણ સીબીઆઇ તપાસ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ