બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:20 PM, 15 January 2025
કેન્દ્ર દ્વારા લોકોને મફત વીજળી પૂરી કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી "પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના" અંગે એક મોટુ અપડેટ આવ્યું છે. સરકારે આ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેનાથી આ યોજનાનો લાભ મેળવવાનું વધુ સરળ બન્યું છે. આ સરકારી યોજનામાં 300 યુનિટ મફત વીજળીની સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ મળે છે. જો તાજેતરના બદલાવ વિશે વાત કરવી હોય તો ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ તમારા ઘરની છત પર સૌર પેનલ લગાવવા માટે બે વધુ પેમેન્ટને મંજૂરી આપી છે. ચાલો જાણીએ તે વિશે.
ADVERTISEMENT
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ, કેન્દ્ર સરકારના ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મીનિસ્ટ્રીએ આ યોજનામાં બે નવા પેમેન્ટ વિકલ્પોને મંજૂરી આપી છે. આ યોજના સંબંધિત નવી ગાઇડલાઈનમાં જે લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માંગે છે, તેઓ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર નવા પેમેન્ટ પ્લાન હેઠળ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આ યોજનામાં થતા ખર્ચ દરમિયાન પૈસાની અછતની સમસ્યાનો સામનો ન કરવો પડે.
જો આપણે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ બંને ન્યૂ પેમેન્ટ મોડેલોની કાર્ય પદ્ધતિ પર નજર કરીએ તો પ્રથમ RESCO મોડેલ હેઠળ થર્ડ પાર્ટી ઓર્ગેનાઇજેશન તમારા ઘરની છત પર સૌર પેનલ ઇન્સ્ટોલ કરશે જેમાં તમારે એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. આ પદ્ધતિમાં પેનલ ઇન્સ્ટોલ કર્યા બાદ સોલાર પેનલ દ્વારા જેટલી વીજળીનો ઉપયોગ કરો છો તેટલુ જ વીજળી બિલ ચૂકવવાનું રહેશે. આ સિવાય બીજા ULA (યુટિલિટી-લેડ એગ્રીગેશન) મોડેલમાં ડિસ્કોમ અથવા રાજ્ય સરકાર દ્વારા નામાંકિત સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે. તેમા પણ તમારે કોઈ પૈસા ખર્ચવા નહીં પડે.
ADVERTISEMENT
નેશનલ પોર્ટલ દ્વારા આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે. તેનાથી લાભાર્થી દરેક પરિસ્થિતિમાં સબસિડીનો લાભ મેળવી શકશે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત વીજળી યોજના હેઠળ રહેણાંક વિસ્તારોમાં RESCO આધારિત ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર પેનલ્સમાં જોખમ દૂર કરવા માટે પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ (PSM) માટે 100 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં આ યોજના શરૂ કરી હતી. જેમાં 300 યુનિટ સુધી મફત વીજળી ઉપલબ્ધ છે અને સાથે સરકાર તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવવા માટે સબસિડી પણ આપે છે. સોલાર રૂફટોપ લગાવવા પર સરકાર બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરે છે. તેનાથી સોલાર પેનલ લગાવવાનો બોજ ઓછો થાય છે. સરકાર તરફથી 2 kW સુધીના પેનલ પર 30,000 રૂપિયા, 3 kW પેનલ પર 48,000 રૂપિયા અને 3 kW થી વધુ પેનલ પર 78,000 રૂપિયાની સબસિડી મળે છે. તમે એના માટે https://pmsuryaghar.gov.in/ નામની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકો છો. આ સિવાય ઓફલાઈન અરજી માટે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.