બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / Big scam of fake Aadhaar card for Rs 15, 25, 50! Surat Echo caught the mastermind, where is the dark secret?

બોગસ રેકેટ / 15, 25, 50 રૂપિયામાં બોગસ આધારકાર્ડનું મહાકૌભાંડ! સુરત ઈકો સેલે માસ્ટર માઈન્ડને ઝડપ્યો, ઓક્યાં ડાર્ક રાજ

Vishal Khamar

Last Updated: 07:07 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ઈકો સેલે આધારકાર્ડનું મસમોટું કૌભાંડ ઝપડી પાડ્યું છે. ઈકો સેલ દ્વારા કૌભાંડનાં માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યો હતો. આરોપીઓ બોગસ ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ બનાવી આપતા હતા. આ સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

  • સુરત ઈકો સેલે આધારકાર્ડનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું
  • ઈકો સેલે કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યો
  • અમર અલી ખાન નામના આરોપીની આસામથી ધરપકડ કરી
  • સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું

ઓનલાઇન માધ્યમથી બોગસ પાનકાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરનું વેચાણ કરનાર સાયબર ક્રાઇમના માસ્ટર આરોપીને આસામના કરીમગંજ ખાતેથી તથા અન્ય એક આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઇકો સેલ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી દેશમાં ફેલાયેલા બોગસ ડોક્યુમેન્ટના કારોબાર પર રોક લગાવવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે.

બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોયક્યુંમેન્ટ બનાવતા 
સુરત પોલીસને વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. ઇકો સેલની ટીમે આધાર કાર્ડ કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ખોટા આઈ ડી. પ્રૂફ રજૂ કરીને લોન મેળવામાં આવી હતી જે મામલે આગાઉ 10આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે આધાર કાર્ડ કૌભાંડ મામલે સુરત પોલીસને વધુ 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. બનાવટી આધારકા્ડ અને ચૂંટણી કાર્ડ નકલી બનાવીને આરોપીઓ કૌભાંડ ચલાવતા હતા તેમજ બોગસ જીએસટી નંબર મેળવવા માટે બોગસ ડોયક્યુંમેન્ટ બનાવતા હતા. 

વેબસાઈટ અનો પોર્ટલ પર બોગસ આધાર કાર્ડ બનાવ્યા
સુરત પોલીસે ગંભીરતા જોઈને તપાસ તેજ કરી હતી. ત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરતા અન્ય ઇસમોની સંડોવણી સામે આવી હતી. અગાઉ પકડાયેલ આરોપી પ્રિન્સ હેમંત પ્રાસાદની પૂછપરછ કરતા વેબ સાઇટ  અને અને પોર્ટલ પર બોગસ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બનાવ્યા હોવાની વાત તપાસમાં સામે આવી હતી. 

અજયકુમાર તોમર (પોલીસ કમિશનર, સુરત) 

અન્ય લોકોની સંડોવણી પણ સામે આવી
ahk વેબ સોલ્યુશન નામની સાઇટ પર બોગસ ડોક્યુમેન્ટ બનાવતા હતા. ત્યારે આ મામલે સુરત પોલીસ દ્વારા બોગસ આધાર કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર માસ્ટર માઈન્ડ આરોપી અમીરું હબ ખાનની ધરપકડ કરાઈ છે. ત્યારે આ બાબતે તપાસ કરતા અન્ય એક ઇસમ જે બેંગ્લોરમાં રહે છે જેનું નામ પૃથ્વીરાજ સાગર છે આ ઇસમ પણ ટેકનિકલ બાબતે સપોર્ટ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની પણ સંડોવણી પણ સામે આપતા અન્ય એક આરોપી ની પણ ધરપકડ કરાઈ છે.
 

સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું
મહત્વની વાત એ છે બોગસ આધાર ચૂંટણી કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માત્ર રૂપિયા 15 અને 25 અને 50 રૂપિયાના બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગે જે ગેંગે ખોટા ડોક્યુમેન્ટ. રજૂ કરીને બેંકમાં લાખો રૂપિયાની લોન લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે સુરત પોલીસ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે. સુરત ઇકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું આધાર કાર્ડ કૌભાંડ. પકડાયેલા આરોપી દ્વારા આસામ નીલમ બજારમાંથી રેકેટ ચાલતું હતું અને જે બાંગ્લાદેશથી 20 કિલો મીટર દૂર છે. આરોપી AHK વેબ સોલ્યુશન નામની સાઈટ ચલાવતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ