બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Big explanation of the police regarding the viral video of Devayat Khavad

સ્પષ્ટતા / '.. કાર્યવાહી થશે', જન્મદિવસની શુભેચ્છા પાઠવતા દેવાયત ખવડના વાયરલ વીડિયોને લઈ પોલીસનો મોટો ખુલાસો

Malay

Last Updated: 03:56 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોક સાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા અપડેટ આવ્યા છે. ફરાર દેવાયત ખવડે મોરબીના પીઆઇ કે.એ. વાળાના દીકરાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ વાયરલ વીડિયોને લઇ પોલીસે સ્પષ્ટતા કરી છે.

  • દેવાયત ખવડના વાયરલ વીડિયોને લઇ પોલીસની સ્પષ્ટતા 
  • સાયબર ક્રાઇમે વીડિયો મામલે કર્યો ખુલાસો
  • જનતામાં ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશેઃ પોલીસ
  • પીડિતના પરિવારજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ફરાર દેવાયત ખવડે મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. દેવાયત ખવડે એક વીડિયોના માધ્યમથી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. વાળાના પુત્રને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, આ મામલે સાયબર ક્રાઇમે ખુલાસો કર્યો હતો. દેવાયત ખવડના વાયરલ વીડિયોને લઇ પોલીસે સ્પષ્ટતા કરી હતી. સાયબર ક્રાઇમે વીડિયો મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો વર્ષ 2020નો છે. વીડિયો જૂનો છે અમે આરોપીને પકડવા કાર્યરત છીએ. જનતામાં ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
 

આંદોલનની ચીમકી ઉચ્ચારી
તો બીજી બાજુ મયુરસિંહ રાણાના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે. રાજકોટમાં દેવાયત ખવડની પોલીસ સાથે સાઠગાંઠનો પરિવારે આક્ષેપ કર્યો છે. આગામી 48 કલાકમાં ધરપકડ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આગોતરા જામીનની કરી હતી અરજી 
રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે, એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી.

દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી
રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા પર દેવાયત સહિત તેમના સાથીઓએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, એ-ડિવિઝન પોલીસ હજુ  સુધી દેવાયત ખવડને શોધી શકી નથી.

શું હતો સમગ્ર મામલો ? 
દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ પક્કડથી દૂર દેવાયત ખવડ 
હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ