બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhupendra Patel government may give relief in stamp duty as Jantri increases in Gujarat

વિચારણા / ગુજરાતના બજેટમાં થઈ શકે છે એલાન: જંત્રી વધશે પણ આ વસ્તુમાં રાહત આપવાની તૈયારીમાં સરકાર

Malay

Last Updated: 09:52 AM, 23 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં જંત્રી વધતા ભૂપેન્દ્ર પટેલ સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપી શકે છે. આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

  • સ્ટેમ્પ ડ્યૂટીમાં આંશિક રાહતની શક્યતા
  • 4.9% લેખે રાહત આપવાની સરકારની વિચારણા
  • બજેટ સત્ર દરમિયાન થઇ શકે સત્તાવાર જાહેરાત

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે. આ વચ્ચે હાલ જંત્રી દરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સ્ટેમ્પ ડ્યૂટમાં આંશિક રાહત આપી શકે છે. 

The increase in Jantri by the state government will be implemented in April

જંત્રી વધતા સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં આપી શકે રાહત
જંત્રીનો ભાવનો વધારો 15 એપ્રિલથી અમલી થશે. જંત્રી વધતા સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપી શકે છે. આગામી 23 ફેબ્રુઆરીથી યોજાનારા વિધાનસભાના બજેટ સત્રમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. નાગરિકો પર સ્ટેમ્પ ડ્યૂટીનું ભારણ ઘટાડવા સરકારની તૈયારી છે. અત્યારે દસ્તાવેજ પર 4.9% લેખે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવા સરકાર વિચારણા કરી રહી છે. રાજ્યમાં 15મી એપ્રિલથી જંત્રીના દરોમાં બમણો વધારો થઈ રહ્યો છે. હવે સરકાર ગુજરાતીઓને મોટી રાહત આપે તેવી સંભાવના છે.

ભૂપેન્દ્ર પટેલે લીધો હતો મોટો નિર્ણય 
ગુજરાત સરકારે જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જે બાદ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો હતો.

રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો. રાજ્યમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે.  

No description available.

 જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?
- જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ. 

- જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય. 

- જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.

- રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે. 

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો દર, જાણો ફોમ્યુલા

- જંત્રીનો દર જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત જંત્રી દરમાં પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે.

- અહીં સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કોમર્શિયલ પ્રોપર્ટીનો જંત્રી દર વધારો હોય છે, જ્યારે રહેણાંક સપંત્તિનો જંત્રી દર વધારે હોય છે. 

- ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. 

- જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે.

બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ગ્રુપ પર મંડરાયા આર્થિક સંકડામણના વાદળ, બેંકની 9  બિલ્ડરને નોટિસ | Surat: Bank notice to the Building Construction Group

જંત્રીના દરને કયા પરિબળો અસર કરે છે? 

- જમીનના લોકેશન આધારે જંત્રીના દર નક્કી થાય છે અને રાજ્યના કોઈ પણ વિસ્તારમાં જમીન અથવા મકાનની લઘુત્તમ કિંમત નક્કી કરાય છે. મિલકતના પ્રકારના આધારે જંત્રી નક્કી થાય છે અને મિલકતની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ જંત્રી નક્કી થાય છે.

- તેમજ પ્રોપર્ટીની ઉંમર આધારે પણ જંત્રી નક્કી થાય છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની જંત્રી વધુ હોય છે અને પોશ વિસ્તારની મિલકતની જંત્રી ઉંચી હોય છે.

જંત્રીનું મહત્વ કેમ?

- જંત્રીનો દર અનેક જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. બેંક પાસેથી લોને લેવા માટે જંત્રીનો ઉપયોગ થાય છે તેમજ વિઝા માટે અરજી કરવા માટે દસ્તાવેજમાં જંત્રી ભૂમિકા ભજવે છે.

- તેમજ જમીન હેતુ માટે લોન માટે પણ જંત્રીનો દર ઉપયોગમાં આવે છે અને ઉધારમાં લીધેલી લોનની ક્રેડિટ મર્યાદા વધારવા પણ જંત્રી ઉપયોગમાં આવે છે. કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે. 

આ રીતે ચેક કરો જંત્રીનો દર

ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી 
- તમે ગુરવી ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પરથી પણ જંત્રી દર જાણી શકો છે. આ માટે સૌથી પહેલા garvi.gujarat.gov.in પર જાવ. હવે જંત્રી પર ક્લિક કરો. જે બાદ મારી સ્ક્રિનની સામે નવું પેજ ખુલશે.

- જેમાં તમારે જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે. જરૂરી માહિતી ભર્યા બાદ તમારે નીચે દેખાતા SHOW JANTRI પર ક્લિક કરવાનું રહેશે. આના પર ક્લિક કર્યા બાદ તમને જંત્રીની તમામ વિગતો મળી રહેશે.

મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી 
મહેસુલ વિભાગની વેબસાઈટ પરથી પણ તમે જંત્રીનો દર જાણી શકો છો. આ માટે સૌથી પહેલા  revenuedepartment.gujarat.gov.in. પર જાવ. હવે તમને ગુજરાતનો નકશો દેખાશે, આ નકશામાં તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે. જે બાદ તમને જંત્રીનો દર મળી રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ