બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / best cng cars india budget friendly cng car list with price

Best Mileage CNG Cars / શાનદાર માઇલેજ, ધમાકેદાર ફિચર્સ..., આ છે વર્ષ 2023ની સૌથી સસ્તી 6 CNG કાર, જાણો કિંમત

Vaidehi

Last Updated: 07:39 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best CNG Cars: ભારતીય બજારમાં સીએનજીથી ચાલતી કારની સંખ્યા વધી રહી છે. 2023માં લૉન્ચ થયેલ 5 સસ્તી કાર વિશે જાણો.

  • ભારતમાં CNG કારની વધી ડિમાન્ડ
  • કંપનીઓએ 2023માં લૉન્ચ કરી નવી CNG કાર
  • ટાટાથી લઈને મારુતિએ લૉન્ચ કરી બેસ્ટ CNG કાર

ભારતીય બજારમાં CNG કારની ડિમાન્ડ સતત વધી રહી છે. તેની પાછળનું કારણ છે કે પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સીએનજી સસ્તું હોય છે અને માઈલેજ વધારે આપે છે. તેના કારણે મધ્યમ વર્ગીય લોકો તેમજ દરરોજ લાંબુ ટ્રાવેલ કરતાં લોકોને સગવડ રહે છે.  તેથી આજે અમે તમને 2023માં ભારતમાં લૉન્ચ થયેલ ટોપ 5 CNG કાર વિશે માહિતી આપશું.

1. Tata Altroz CNG
ટાટા મોટર્સે મે 2023માં અલ્ટ્રોઝ હેચબેકનું CNG વર્ઝન લોન્ચ કર્યું છે જેમાં નવી ટ્વિન સિલેન્ડર CNG ટેકનીક આપવામાં આવી છે. રસપ્રદ વાત તો એ છે કે આ ગાડી સનરૂફની સાથે આવતી પહેલી CNG પાવર્ડ હેચબેક છે. વર્તમાનમાં તેની કિંમત 7.55 લાખ રૂપિયાથી લઈને 10.55 લાખ રૂપિયાની વચ્ચે છે.

2. Tata Tiago/Tigor CNG
ટાટા ટિયાગો હેચબેક અને ટિગોર કોમ્પેક્ટ સેડાન બ્રાંડની નવી ટ્વિન સિલેન્ડર સીએનજી સાથેની બીજી રજૂઆત છે. ટિયાગો સીએનજીની કિંમત વર્તમાનમાં 6.55 લાખથી 8.29 લાખ રૂપિયાની વચ્ચે છે. તો ટિગોર સીએનજીની કિંમત 7.80 લાખ રૂપિયાથી 8.95 લાખ રૂપિયા છે.

3. Tata Punch CNG
ટાટા પંચ મોડલ લાઈનઅપમાં પાંચ CNG વેરિયંટ- પ્યોર, એડવેંચર, એડવેંચર રિદમ, એક્મ્પ્લિશ્ડ અને એક્મ્પ્લિશ્ડ ડિઝલ S મળે છે. જેની કિંમત 7.10 લાખથી લઈને 9.98 લાખ રૂપિયાની વચ્ચે છે.

4. Maruti Brezza CNG
મારુતિ સુઝુકી બ્રેઝા સીએનજી ભારતની પહેલી કોમ્પેક્ટ એસયૂવી છે જે CNG સાથે આવે છે. બ્રેઝા સીએનજીની એક્સ શો રૂમ પ્રાઈઝ 9.24 લાખ રૂપિયાથી 12.15 લાખ રૂપિયાની વચ્ચે છે. આ 25.52 KM/KG ની માઈલેજ આપી શકે છે.

5. Maruti Grand Vitara CNG
મારુતી સુઝુકી ગ્રેંડ વિટારા સીએનજીની કિંમત બાકી ગાડીઓથી થોડી વધારે છે. તેની પ્રાઈઝ રેન્જ 13.05 લાખ રૂપિયાથી 14.86 લાખ રૂપિયાની વચ્ચે છે. તે 26.6 KM/KGની માઈલેજ આપી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ