બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / before starting exercise in gym you must know rules

હેલ્થ / જીમમાં કસરત કરનારા એલર્ટ! ફિટનેસના ચક્કરમાં ક્યારેય પણ ન કરતા આવી ભૂલ, નહીંતર...!

Arohi

Last Updated: 11:39 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Exercise In GYM Do's And Don'ts: આજકાલ યુવાઓમાં જીમ જઈને બોડી બનાવવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ફિટનેસ ફ્રીક લોકોએ જીમને લાઈફસ્ટાઈલનો ભાગ બનાવી લીધો છે. જો તમે પણ જીમ જાઓ છો તો આ 3 વાતોને જરૂરથી જાણી લો.

જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો આજકાલ યંગસ્ટર્સનો ક્રેઝ બની ચુક્યો છે. એક બાજુ જ્યાં લોકો સ્થૂળતાનો શિકાર થઈ રહ્યા છે તો ત્યાં જ અમુક લોકો ઓર એક્સરસાઈઝ અને ફિટનેસના દિવાના થઈ રહ્યા છે. ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ફિટનેસનું જનૂન સ્વાસ્થ્ય માટે સારૂ નથી. 

જો તમે ફિટનેસ માટે રોજ જીમ જઈને એક્સરસાઈઝ કરો છો તો તમને અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે પહેલી વખત જીમ જઈ રહ્યા છો અથવા તો જીમ જોઈન કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વાત તમારા માટે ખૂબ જ જરૂરી છે. જીમ જઈને એક્સરસાઈઝ કરતા પહેલા તમારે આ 3 વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

સ્ટ્રેચિંગ છે જરૂરી 
જીમમાં હેવી વર્કઆઉટ કરતા પહેલા તમારે સ્ટ્રેચિંગ જરૂર કરવી જોઈએ. આમ તો ટ્રેનર વોર્મઅપ કરાવે છે પરંતુ જો તમે કોઈ ટ્રેનર વગર જીમમાં જઈને એક્સરસાઈઝ કરી રહ્યા છો તો તમને સૌથી પહેલા શરીરને ચાર્જ કરવું જરૂરી છે. કોઈ પણ વર્કઆઉટ પહેલા વોર્મઅપ કરો. તેનાથી મસલ્સમાં ઈજા અને દુખાવો ઓછો થાય છે. ત્યાં જ એક્સરસાઈઝ બાદ બોડીને કૂલડાઉન કરવા માટે પણ 5-10 મિનિટનો સમય આપો. ત્યારે તમે હલ્કી સ્ટ્રેચિંગ કરી શકો છો. 

ડિહાઈડ્રેશન 
જીમ જતી વખતે ધ્યાન રાખો કે પાણીની બોટલ તમારી સાથે હોવી જોઈએ. એક્સરસાઈઝની વચ્ચે જો ગળુ સુકાવવા લાગે તો પાણીના નાના નાના ઘૂંટ પી શકો છો. એક સાથે વધારે પાણી ન પીવો. જે લોકો વર્કઆઉટ સમયે પાણી નથી પીતા તેમને પરેવો નિકળવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. તેનાથી બોડી પર ખરાબ અસર પડે છે. તમે નારિયેળ પાણી કે લીંબૂ પાણી પણ પી શકો છો. 

વધુ વાંચો: સ્વાસ્થ્ય માટે કંઇ વરદાનથી કમ નથી કાળી દ્વાક્ષ, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરૂ કરી દેશો

વર્કઆઉટ પહેલા અને બાદમાં ખાવું જરૂરી 
જો તમે હેવી વર્કઆઉટ કરો છો તો તમારે હલ્કુ કંઈક ખાઈને જવું જરૂરી છે. જીમ જવાના અડધા કલાક પહેલા તમે ઈંડુ કે કેળા ખાઈ શકો છો. હેવી વર્કઆઉટ બાદ 30 મિનિટની અંદર કંઈકને કંઈક ખાઓ. પહેલાથી જ કંઈક સ્નેક તૈયાર કરી શકો છો. જેને એક્સરસાઈઝ બાદ ખાઈ શકાય. તેનાથી એનર્જી મળશે અને મસલ્સના દુખાવામાં પણ આરામ મળશે. જોકે તળેલી વસ્તુઓનું સેવન ન કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ