બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Before renting a house to someone Pay attention to these 5 things, otherwise you will regret it

તમારા કામનું / મકાન ભાડે આપ્યું છે? આ 5 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર પસ્તાવાનો વારો આવશે

Megha

Last Updated: 01:50 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જણાવશું કે કાયદાકીય રીતે તમે કેવી રીતે તમારી પ્રોપર્ટી ભાડે આપી અને તેનું યોગ્ય વળતર મેળવી શકો છો.

  • બીજા રાજ્યો કે શહેરથી આવતા લોકો હંમેશા ભાડાનું ઘર શોધતા હોય છે
  • કાયદાકીય રીતે તમે આ રીતે તમારી પ્રોપર્ટી ભાડે આપી શકો છો
  • વર્ષ 2001 પહેલા ગુજરાતમાં ભાડુઆત સરંક્ષણ ધારા હતી

ઘણા લોકો એકથી વધુ ઘર ખરીદે છે અને એ પછી તે ઘરને વધુ આવક માટે ભાડા પર ચઢાવી દે છે. ગુજરાત વિકસિત રાજ્યમાંથી એક છે અને ગુજરાતમાં ઘણા લોકો બીજા રાજ્યોથી આવીને કામ કરવા માટે અહિયાં વસે છે.એવા લોકો હંમેશા ભાડાનું ઘર શોધતા હોય છે. ગુજરાતમાં હાલ એક વર્ગ એવો પણ છે જે ભાડાની આવક પર નભે છે. પોતાની વધારાની મિલકતને ભાડે ચઢાવીને સારી એવી આવક મેળવે છે. 

બીજા રાજ્યો કે શહેરથી આવતા લોકો જ્યારે કોઈ કામ માટે પોતાના ઘરથી દૂર નોકરી કરવા માટે આવે છે એ લોકો ઘરનું ઘર લેવા કરતાં ભાડે મકાન લે છે. આ સામે જ ભાડે મકાન આપતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. પણ ઘણા લોકો તેનું મકાન ભાડે આપતા ડરે છે. ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ભાડુઆત દ્વારા મકાન માલિકને પરેશાન કરવામાં આવાત હોય છે. એટલા માટે જ આજે અમે તમને જણાવશું કે કાયદાકીય રીતે તમે કેવી રીતે તમારી પ્રોપર્ટી ભાડે આપી શકો છો અને તેનું યોગ્ય વળતર મેળવી શકો છો. 

પાંચ મુદ્દામાં સમજીએ કે તમારી પ્રોપર્ટી ભાડે આપતા પહેલા તમારે કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ 

1. વૈધાનિક ભાડુઆત થી કરાર આધારિત ભાડુઆત
સૌપ્રથમ તમારી પ્રોપર્ટી ભાડે આપતા પહેલા થોડા કાયદા વિશે તમારે જાણવું જરૂરી છે. વર્ષ 2001 પહેલા ગુજરાતમાં ભાડુઆત સરંક્ષણ ધારા હતી. એ ધારા મુજબ ભાડુઆતને સ્ટેટયૂટરી ટેન્ટસ એટલે કે વૈધાનિક ભાડુઆત ગણવામાં આવતા. તેમાં કાયદાની 12 નંબરની કલમ લાગુ પડતી હતી. એ મુજબ ભાડુઆતને તેનું મકાન મળી ગયું હોય અથવાતો એ પ્રોપર્ટી તેને સબલિશમાં બીજા કોઈને ભાડે આપી કાયદાનો ભંગ કર્યો હોય એ સમયે જ મકાનમાલિક તેની પાસે મકાન ખાલી  કરવી શકતા હતા. એ પહેલા મકાન માલિક મકાન ખાલી કરાવી શકતા નહતા. ઓગસ્ટ 2001 માં ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કર્યા અને એ પછીથી હવે દરેક ભાડુઆત કોન્ટ્રાકચ્યુઅલ ટેનન્ટ કહેવાય છે. 

2. કોન્ટ્રાકચ્યુઅલ ટેનન્ટ
હાલ ગુજરાતમાં કોન્ટ્રાકચ્યુઅલ ટેનન્ટને પધ્ધતિ ચાલે છે જેમાં 11 મહિના અને 29 દિવસના કરાર મુજબ જ કોઈને મકાન કે બીજી કોઈ પ્રોપર્ટી ભાડે આપવામાં આવે છે. 2001 પછી હવે ફિક્સ ભાડા પર જ કોઈ પ્રોપર્ટી ભાડે આપવામાં આવે છે. પહેલા લોકો ભાડુઆત પાસે મરજી મુજબ ઓછું કે વધુ ભાડું લઈ શકતા હતા. સાથે જ હાલ ભાડા કરારમાં નવા વર્ષે કેટલા ટકા ભાડું વધશે એ વાત પણ લખવામાં આવે છે. 

3. કરાર પહેલાં પ્રોપર્ટી ખાલી કરાવવા માંગો ત્યારે 
કોઈ પ્રોપર્ટી ભાડે આપ્યા પછી ભાડુઆત સાથે કોઈ મનમુટાવ થયા પછી જો તમે પ્રોપર્ટી ખાલી કરાવવા માંગો છો તે સમયે તમે સિટી સિવિલ કોર્ટમાં દાવો અથવા તો સ્મોલ કોઝ કોર્ટમાં અરજી કરી શકો છો. એ પછી એકથી દોઢ વર્ષનાં સમયગાળામાં એ વાતનું નિરાકરણ આવી શકે છે. 

4. પોલીસ વેરીફીકેશન અને ભાડા કરાર
 તમારી કોઈ પણ પ્રોપર્ટી ભાડે આપતા પહેલાં પોલીસ વેરીફીકેશન કરાવવું જરૂરી છે. અ સાથે ભાડા કરાર કરવો પણ જરૂરી છે. આ સાથે જ જો તમે કોઈ જગ્યા કે દુકાન ભાડે આપો છો તો ભાડા કરારમાં ક્યા વ્યવસાય માટે ભાડુઆતને જગ્યા ભાડે આપી તેનો પણ ઉલ્લેખ કરાવવો જોઈએ. 

5. ભાડા કરારમાં ખાસ ઉલ્લેખ કરવો 
 મેન્યુફેકચરીંગ કામ માટે જો તેમે તમારી કોઈ જગ્યા ભાડે આપો છો લાંબા સમય માટે એ ભાડા કરાર કરવો જોઈએ અને સાથે જ તમારે એ જગ્યા ખાલી કરાવવા માટે ઓછામાં ઓછો 12 મહિનાનો સમય આપવો પડે છે. આ ઉપરાંત કરારમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો કે ભાડુઆત એ પ્રોપર્ટી પર કોઈ લોન નહીં લઇ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ