બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Beauty Games in Spa! Police raided 851 spa centers in the last 24 hours, see where unethical businesses were caught

ગુજરાત / સ્પામાં હુસ્નના ખેલ! છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, જુઓ ક્યાં ક્યાં અનૈતિક ધંધા ઝડપાયા

Vishal Khamar

Last Updated: 05:56 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં ચાલતા સ્પા સેન્ટર પર થેરાપીના નામે અનૈતિક ધંધા કરતા સ્પા સંચાલકો સામે ગૃહરાજ્ય મંત્રીનાં આદેશ બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમા 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. રાજ્યભરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુનો નોંધાયા હતા. 27 જેટલા સ્પા સેન્ટરો અને હોટલોનાં લાયસન્સ પણ રદ્દ કરાયા છે.

  • રાજ્યમાં 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસનાં દરોડા
  • દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા
  • રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા
  • 27 જેટલા સ્પા સેન્ટરો અને હોટલોના લાયસન્સ રદ કરાયા

 રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા શરૂ કર્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા એક જ દિવસમાં ૮૫૧ સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. 

૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ

પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી ૧૫૨ આરોપીઓ સામે ગુના દાખલ કરી ૧૦૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. ૧૫૨ આરોપીઓ પૈકી ૧૦૫ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ૨૭ જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તા.૧૭ ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોએ/રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશનરઓ/સંયુક્ત પોલીસ કમિશનરઓ તથા નાયબ પોલીસ કમિશનરઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે સમગ્ર રાજ્યમાં તા.૧૮ ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

મહિલા પોલીસ પણ દરોડામાં જોડાઈ
અમદાવાદનાં ચાંદખેડાનાં ધ ટૂ રિલેક્સ સ્પામાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ચાંદખેડાનાં ઝોડિયેક સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા. સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને લઈ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મહિલા પોલીસ પણ દરોડામાં જોડાઈ હતી. 

ત્રણ સ્પામાં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરાતો
મોરબી શહેરનાં જુદા જુદા વિસ્તારમાં સ્પામાં દરોડા પડ્યા હતા. પોલીસ દ્વારા પાંચ સ્પા સેન્ટરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ સ્પામાં બહારથી યુવતીઓ લાવી દેહ વ્યાપાર કરાતો હતો. ઓથ્રી સ્પા એન્ડ સલૂન, અફીમ સ્પા અને વેલકમ સ્પામાં કૂટણકાનાનો પર્દાફાશ કર્યો હતો. બે સ્પાનાં સંચાલકોએ પોલીસને માહિતી ન આપતા કાર્યવાહી કરવામાં આવી છે. 
 

પોલીસે જાહેરનામાં ભંગ બદલ 9 સામે  ગુનો દાખલ કર્યો
ભરૂચનાં અંકલેશ્વરમાં સ્પા સેન્ટરો પર પોલીસે દરોડા પાડ્યા હતા. 15 થી વધુ સ્પા સેન્ટરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસે જાહેરનામા ભંગ બદલ 9 સામે ગુનો દાખલ કર્યો હતો. સ્પાની આડમાં કુટણખાનું ચલાવતા 3 સ્પા સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. સ્પા સંચાલક અને ગ્રાહકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 
 

સરથાણા,મોટા વરાછા,કાપોદ્રા,અમરોલી,ડુમ્મસ રોડ પર દરોડા 
સુરતનાં અલગ અલગ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડ્યા હતા. 50 સ્પામાં પોલીસે દરોડા પાડી 35 લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા કામગીરી હાથ ધરી હતી. સુરત ઝોન 1 થી લઈ ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. એસઓજી, મહિલા સેલ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકની ટીમો પણ દરોડામાં જોડાઈ હતી. 
 

સ્પા સેન્ટરની નોંધણી ન હોય તેવા સામે ગુનો દાખલ કરાયા છેઃ ACP
રાજકોટ શહેરમાં 50 થી વધુ સ્પા સેન્ટરોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. 13 સ્પા સંચાલકો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચનાં એસીપી ભરત બસીયાએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીનાં આદેશ બાદ કાર્યવાહી કરી છે. વિદેશી છોકરીઓ ગોય તો તેની તપાસ કરવામાં આવશે. સ્પાનાં માલિક-મેનેજર સામે ગુનો દાખલ થયો છે. સ્પા સેન્ટરની નોંધણી ન હોય તેવા સામે ગુનો દાખલ કરાયો છે. 
 

10 સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો
વડોદરામાં સ્પા સેન્ટરો પર પોલીસનાં દરોડા પાડ્યા હતા. વડોદરામાં એક સપ્તાહથી કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સમા, પાણીગેટ, માંજલપુર, મકરપુરા, ગોત્રી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્પામાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન જ થયું નથી. 10 સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. 

સ્પા અને હોટલમાં ચેકિંગ હાથ ધરાયું 
ભાવનગરનાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પોલીસ દ્વારા સ્પા અને હોટલમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ભાવનગર પોલીસની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. રાજ્ય સરકારના આદેશ મુજબ હોટલો અને સ્પામાં ચેકીંગ હાથ ધરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ