બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / bcci ravi bishnoi video after secured top spot in icc t20 bowler ranking

સ્પોર્ટ્સ / ICC રેન્કિંગમાં નંબર-1 બનતા રવિ બિશ્નોઈને હરખ નથી સમાતો, સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ Video

Manisha Jogi

Last Updated: 02:11 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિ બિશ્નોઈ T20I રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયા છે. ICC રેન્કિંગમાં પહેલા નંબરે આવતા રવિ બિશ્નોઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

  • રવિ બિશ્નોઈ T20I રેન્કિંગમાં નંબર 1 બોલર
  • રવિ બિશ્નોઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે
  • રવિ બિશ્નોઈએ શેર કર્યો તેમનો અનુભવ

ભારતીય યુવા સ્પિનર રવિ બિશ્નોઈ T20I રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયા છે. ICC રેન્કિંગમાં પહેલા નંબરે આવતા રવિ બિશ્નોઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. 

રવિ બિશ્નોઈ- પ્લેયર ઓફ ધ સીરિઝ
વર્લ્ડ કપ 2023 પછી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં 4-1થી જીત મેળવી છે. રવિ બિશ્નોઈને આ સીરિઝ માટે પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ આપવામાં આવ્યો છે. રવિ બિશ્નોઈએ વેસ્ટ ઈન્ડીઝ સામે ફેબ્રુઆરી 2022માં ડેબ્યુ કર્યું હતું, ત્યારપછી 21 T20 મેચમાં કુલ 34 વિકેટ લીધી છે. 

BCCIએ વિડીયો પોસ્ટ કર્યો
BCCIએ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં રવિ બિશ્નોઈએ જણાવ્યું છે કે, ‘આ એક ખૂબ જ સારો અનુભવ છે. મેં સપનામાં પણ નંબર વન બોલર બોલર બનવા બાબતે વિચાર્યું નહોતુ. અત્યારે નંબર 1 પોઝિશન પર છું તો મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું આશા રાખુ છું કે, હવે પછી આ પ્રકારે જ પ્રદર્શન કરીશ અને ટીમને જીત અપાવવામાં મદદ કરીશ.’

એશિયા કપમાં તક મળી હતી
રવિ બિશ્નોઈએ વધુમાં જણાવ્યું કે, ‘મેં 15 ફેબ્રુઆરીએ ડેબ્યૂ કર્યું હતું અને આ સફરમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ છેલ્લુ દોઢ વર્ષ ખૂબ જ સારું રહ્યું છે. મને મેચ રમવાની સારી તક મળી હતી. આ દરમિયાન એશયન ગેમ્સમાં એશિયા કપમાં પણ રમ્યો હતો.’

પરિશ્રમનું પરિણામ
રવિ બિશ્નોઈ જણાવે છે કે, ‘મને રમવાની તક મળી છે. જ્યારે પણ રમવાની તક મળશે ત્યારે હું સારું રમીશ. આ છેલ્લા 5 વર્ષની મહેનતનું પરિણામ છે.’

2020માં લોકોની નજરમાં આવ્યા હતા
રવિ બિશ્નોઈએ પહેલી વાર સાઉથ આફ્રિકામાં રમવામાં આવેલ ICC U19 વર્લ્ડ કપ 2020માં લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. તે ટુર્નીમેન્ટમાં રવિ બિશ્નોઈએ સૌથી વધુ 17 વિકેટ લીધી હતી અને ભારત તેમાં બાંગ્લાદેશ સામે રનર અપ રહ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ