બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Baplia was killed. 30 to 40 percent increase in fruit prices

વરસાદનું ગ્રહણ / મારી નાખ્યા બાપલિયા.! ફ્રૂટના ભાવમાં 30થી 40 ટકાનો જંગી વધારો, સફરજને બેવડી સદી વટાવી, જુઓ કયા ફ્રૂટના કેટલા ભાવ

Vishal Khamar

Last Updated: 06:24 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમોસમી વરસાદની અસર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. માગ વધતાં જ નંગદીઠ કે કિલો પ્રમાણે વેચાતાં ફળોના ભાવમાં ૩૦થી ૪૦ ટકા વધારો થયો છે.

  • હવામાન અને કમોસમી વરસાદનાં લીધે ફ્રુટનાં ભાવ આસમાને
  • ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું 
  • રમજાનના કારણે ફ્રૂટની માગ વધી પણ ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો જંગી વધારો

રાજ્યભરમાં સતત બદલાઈ રહેલા હવામાન અને કમોસમી વરસાદના કારમા મારના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને ખૂબ નુકસાન થયું છે, જેના કારણે ફળો અને શાકભાજી સહિતની વસ્તુઓની આવક પણ ઘટી છે. બીજી તરફ હાલ મુસ્લિમોનો પવિત્ર મહિનો રમજાન ચાલી રહ્યો છે, જેના કારણે ફળોની માગમાં જોરદાર વધારો થયો છે. કમોસમી વરસાદની અસર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. માગ વધતાં જ નંગદીઠ કે કિલો પ્રમાણે વેચાતાં ફળોના ભાવમાં ૩૦થી ૪૦ ટકા વધારો થયો છે, જેનું મુખ્ય કારણ બદલાયેલું હવામાન અને કમોસમી વરસાદ ગણાય છે. હાલ ફ્રૂટ માર્કેટમાં ફળોની આવકનું પ્રમાણ ઓછું છે, જ્યારે રમજાનના કારણે માગ વધી છે. રાજ્યનાં જુદાં જુદાં સ્થળોએથી આવતાં કેરી, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાંની આવક પર પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે.

કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં પ૦થી ૬૦ ટકા ઘટાડો થયો
ફ્રૂટ માર્કેટના વેપારીના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં પ૦થી ૬૦ ટકા ઘટાડો થયો છે, તેની સાથે અન્ય ફ્રૂટના ભાવ પણ વધ્યા છે, પરંતુ ભાવ વધારાના કારણે લોકો તેમની ખરીદશક્તિમાં કાપ મૂકી રહ્યા છે અને કિલો ફ્રૂટ લેનારા હવે માત્ર પ૦૦ ગ્રામની જ ખરીદી કરી રહ્યા છે.   


એક કિલો દ્રાક્ષની કિંમત રૂ. પ૦થી શરૂ થઈને રૂ. ૧૬૦ સુધી છે, જ્યારે મોસંબીની ૧૦ કિલોની બોરી રૂ. પ૦૦થી ૬૦૦માં મળી રહી છે. અગાઉ એક કિલો તરબૂચનો ભાવ ૧પથી ર૦ રૂપિયા હતો, જે વધીને હાલ રૂ. રપ થયો છે તેમજ એક કિલો સફરજનનો ભાવ રૂ. ૧પ૦થી ૧૮૦ હતો., જે વધીને રૂ. ર૩૦ સુધી પહોચ્યો છે તો ચીકુનો ભાવ રૂ. પ૦ હતો, જે વધીને કિલોદીઠ રૂ. ૮૦ થયો છે અને એક કિલો દાડમનો ભાવ રૂ. ૧૦૦ હતો. જે હાલ પ્રતિકિલો રૂ. ૧પ૦ના ભાવે વેચાઈ રહ્યાં છે, જ્યારે બેંગલોરની આફૂસ કેરી   રૂ. ૪૦૦માં એક ડઝન મળે છે અને રત્નગીરી આફૂસનો ભાવ એક ડઝનના રૂ. ૮૦૦ છે તથા કેસર કેરી (કાચી)ના નવ કિલો બોક્સનો ભાવ રૂ. ૧પ૦૦ છે. પાઈનેપલ નંગદીઠ રૂ. ૧૦૦થી ૧૫૦માં મળી રહ્યું હતું, જેનો હાલનો ભાવ રૂ. ૧૮૦થી રૂ. ર૦૦ છે. રૂ. ૪૦થી પ૦માં કિલો વેચાતાં શક્કરટેટી અને પપૈયાનો ભાવ હવે કિલોદીઠ રૂ. ૬૦થી ૭૦ થયો છે. 

ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું 
ફ્રૂટ માર્કેટમાં સફરજન, કેલિફોર્નિયા દ્રાક્ષ, ઓરેન્જ, કિવી સહિતનાં ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યાં છે, જેના   ભાવ ઊંચા રહે છે, જ્યારે ગુજરાતમાંથી આવતાં ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. તેથી ફ્રૂટની આવક ઓછી રહેતાં ભાવ આસમાને પહોંચ્યા છે. વેપારીઓના મતે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થતાં આવક ઘટી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ