બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / BAD cholesterol REASONS AND HEART ISSUES

હેરકેર / 'નસોમાં કેમ જામી જાય છે કોલેસ્ટ્રોલ? હાર્ટઍટેકથી બચવું હોય તો હંમેશા યાદ રાખો આ ચાર ટિપ્સ

Vaidehi

Last Updated: 08:36 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેડ કોલેસ્ટ્રોલનું લેવલ જ્યારે શરીરમાં વધવા લાગે છે, ત્યારે તે ધમનીઓમાં જામવાનું શરૂ થઇ જાય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે.નસોમાં કોલેસ્ટ્રોલ જામવાના કારણો જાણી લો.

  • નસોમાં કોલેસ્ટ્રોલ જામવાના કારણો જાણવા જરૂરી
  • બેડ કોલેસ્ટ્રોલથી થઈ શકે છે હાર્ટની તકલીફો
  • હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે

આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં ખોટી ખાણીપીણીનાં કારણે અનેક લોકોએ કોલેસ્ટ્રોલની સમસ્યા સામે ઝઝુમવું પડે છે કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં રહેલો વેક્સ જેવો પદાર્થ છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે. જેને ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલના નામે ઓળખવામાં આવે છે. ગુડ કોલેસ્ટ્રોલ આપણા શરીરના લોહીમાં જામતા ફેટને ઘટાડવામાં મદદ કરે છે અને આપણી ધમનીઓને સાફ રાખે છે, જેથી લોહીનો પ્રવાહ સરળ અને યોગ્ય રીતે વહી શકે. બેડ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ જ્યારે શરીરમાં વધવા લાગે છે, ત્યારે તે ધમનીઓમાં જામવાનું શરૂ થઇ જાય છે. આ કારણે હાર્ટ સુધી જતાં લોહીના પ્રવાહમાં રુકાવટ આવવા લાગે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો અનેક ગણો વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવા માટે હંમેશાં લોકો અનેક પ્રકારની કોશિશો કરે છે, પરંતુ તે ઘટી શકતુ નથી. તેની પાછળ અનેક કારણ છુપાયેલાં હોય છે. જેના વિશે જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે. જાણીએ તેનાં કારણો વિશે.

ડાયટ્રી ફેટને ઘટાડવી
શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવાનો અર્થ છે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવું અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવું. ઘણી વખત હાઇ કોલેસ્ટ્રોલના દર્દીઓ પોતાનાં ડાયટથી ડાયટ્રી ફાઇબરને ઘટાડી દે છે. આ કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય રાખવા માટે જરૂરી છે કે તમે ટ્રાન્સ ફેટ વાળી વસ્તુઓનું સેવન ઓછામાં ઓછું કરો અથવા તો ન કરો. અખરોટ, બદામમાં રહેલી ફેટનું નિયમિત સેવન કરો. તે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.

દવાઓ ન ખાવી
કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે દવાઓની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે. દવાઓ તમારી હેલ્થ માટે ખૂબ જરૂરી છે. તેથી તમે કોલેસ્ટ્રોલની દવાઓનું નિયમિત રીતે સેવન કરો. દવાઓ યોગ્ય સમયે ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય રહેશે.

ડાયટ પ્લાન
શરીરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે એક યોગ્ય ડાયટ પ્લાન બનાવવો પડશે. રોજ તેને ફોલો કરવો પડશે. તમારા ડાયટ પ્લાનમાં હેલ્ધી ફેટ, શાકભાજી, સાબુત અનાજ અને નટ્સ સામેલ કરો. કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરવા માટે તમારે તમારો ડાયટ પ્લાન વારંવાર બદલવાનો નથી.

સ્મોકિંગ અને દારૂ ન છોડવાં
જો તમે હાઇ કોલેસ્ટ્રોલના દર્દી છો તો દારૂનું સેવન ન કરો. જો તમે રોજ સ્મોકિંગ કરી રહ્યા હશો તો તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઘટવાના બદલે વધી જશે. જો તમને લાગતું હોય કે માત્ર દવા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહેશે તો તે ખોટું છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમારે દારૂ અને સિગારેટથી દૂર રહેવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ