બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Baap of Chart ansari received penalty from SEBI to credit 17 crore rupees in the bank

દેશ / યુટ્યૂબ પર વીડિયો જોઈને શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં ચેતજો! બાપ ઑફ ચાર્ટને 17 કરોડ રૂપિયા પેનલ્ટી, કેસ જાણી ચોંકી જશો

Vaidehi

Last Updated: 05:19 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SEBIએ બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને કોઈ શેડ્યૂલ કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસની અંદર બજારમાંથી કમાયેલ 17.2 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.

  • સેબીએ બાપ ઑફ ચાર્ટને ફટકારી નોટિસ
  • ઈન્ફ્લુએંસર અંસારીને 17 કરોડ બેંકમાં જમા કરવાનાં આદેશ
  • શેરબજારમાં ખરીદ-વેંચાણ કે અન્ય કોઈ ડીલ કરવા પર પણ બેન

કોરોના સંકટ બાદથી શેરબજારમાં છૂટક રોકાણકારો વધુ રસ લેવા માંડ્યા છે અને એ જ કારણે સોશિયલ મીડિયા પર ઈનફ્લુએન્સરની સંખ્યા વધી ગઈ છે. SEBIએ  Baap of Chart  નામથી ઓપરેટ કરવામાં આવતાં ફાઈનેંશિયલ ઈનફ્લુએંસર પર બેન લગાવ્યું છે. આ સાથે જ તેને 17.20 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે. બાપ ઓફ ચાર્ટનાં નામથી ઈનફ્લુએંસર અંસારીની વિરુદ્ધમાં મળેલી ફરિયાદો બાદ સેબીએ એક અંતિમ આદેશ આપ્યો જેમાં તેને શેરબજારમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પણ બેન લગાડી દીધું છે.

નસરુદ્દીન અંસારી પર સેબીએ પ્રતિબંધ લગાડ્યો
રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપનારાં નસરુદ્દીન અંસારી પર સેબીએ બુધવારે પ્રતિબંધ લગાડ્યો છે. સેબીએ અંસારીને બજારમાંથી કમાયેલ 17.2  કરોડ રૂપિયા જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીનાં હોલ ટાઈમ ડાયરેક્ટર અનંત નારાયચણને પોતાના અંતિમ આદેશમાં કહ્યું છે શેરબજાર સાથે જોડાયેલા કોર્સ પબ્લિશ કરવાનાં ચક્કરમાં નાસિર પ્રાઈવેટ ગ્રુપમાં ક્લાઈંટનાં શેરોને લઈને પોતાનો ઓપિનિયન આપીને મોટી કમાણી કરતો હતો. 

ચાર્ટ કા બાપ
અંસારીનાં યૂટ્યૂબ ચેનલ પર 4.4 લાખ સબ્સ્ક્રાઈબર્સ છે જ્યારે ટ્વિટર પર તેના 78000 ફોલોઅર્સ છે. ચાર્ટ કા બાપનાં નામથી ફેમસ નસરુદ્દીન અંસારી અનરજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ચલાવતો હતો. સેબી અનુસાર અંસારી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સ્ટોક માર્કેટ એક્સપર્ટનાં રૂપમાં રજૂ કરતો હતો. બાપ ઓફ ચાર્ટ રોકાણકારોને શેરબજાર સાથે સંકળાયેલા પોતાના એજ્યુકેશનલ કોર્સમાં જોઈન કરવાનું કહેતો હતો. તે રોકાણકારોને વિશ્વાસ અપાવતો હતો કે તેમને શેરબજારમાંથી સારી કમાણી થશે અને આ જ કારણોસર શેરબજારમાં રોકાણ કરવાનું કહેતો હતો. 

3 કરોડનું નુક્સાન
સેબીએ પોતાની તપાસમાં જાણ્યું કે 1 જાન્યુઆરી 2021થી 7 જૂલાઈ 2023 સુધી Baap of Chartને આશરે 3 કરોડનું નુક્સાન થયું છે જ્યારે તે ક્લેમ કરતો હતો કે તેને 20-30% ફાયદો થયો છે. સેબીના આવતાં આદેશ સુધી અંસારી  શેરબજારમાં ખરીદ-વેંચાણ કે અન્ય કોઈ જ ડીલ કરશે નહીં. અને તે કોઈપણ શિડ્યૂલ કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસોની અંદર 17.2 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ