બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Ayodhya Ram Temple: How ramlalla pictures were leaked Trust will take action

Ayodhya Ram Mandir / અયોધ્યા રામ મંદિર: કઈ રીતે લીક થઈ ગઈ રામજીની તસવીરો? એક્શનમાં આવ્યું ટ્રસ્ટ

Megha

Last Updated: 11:30 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભગવાન શ્રી રામની મૂર્તિની તસવીર લીક થવા પર નારાજ છે. ટ્રસ્ટ શ્રી રામ મંદિરનું નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકે છે.

  • રામલલાની સંપૂર્ણ મૂર્તિની પ્રથમ તસવીર ગઇકાલે સામે આવી હતી. 
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મૂર્તિની તસવીર લીક થવા પર નારાજ છે.
  • મંદિરનું નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. 

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સંપૂર્ણ મૂર્તિની પ્રથમ તસવીર ગઇકાલે સામે આવી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. તસવીરમાં જોવા મળ્યું હતું કે રામલલાની મૂર્તિ 5 વર્ષની વયના શ્રી રામના બાળ સ્વરૂપની પ્રતિમા અને મૂર્તિમાં તેમનું મોહક સ્મિત દેખાય છે અને તેમના હાથમાં ધનુષ અને બાણ છે. 22મી જાન્યુઆરીએ આ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

દરમિયાન અત્યારે વાત એવી છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ભગવાન શ્રી રામની મૂર્તિની તસવીર લીક થવા પર નારાજ છે. ટ્રસ્ટ શ્રી રામ મંદિરનું નિર્માણ કરનારી કંપનીના અધિકારીઓ સામે કાર્યવાહી કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ કંપનીના જ કોઈએ ફોટો ખેંચીને વાયરલ કર્યો છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ફોટો કોણે વાયરલ કર્યો? 

આ સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે આ મૂર્તિનો જૂનો ફોટો હશે. એક વખત મૂર્તિ સ્થાપિત થઈ ગયા બાદ પ્રાણ પ્રતિષ્ઠા પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલા મૂર્તિની આંખો ખૂલી રાખવામાં નથી આવતી. 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ભગવાન રામની પ્રતિમાની તસવીર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વાયરલ થવાને લઈને નારાજ છે. તેમણે કહ્યું, 'પ્રાણ પ્રતિષ્ઠા પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં રામલલાની મૂર્તિની આંખો ખોલી શકાતી નથી. જે પ્રતિમામાં ભગવાન રામની આંખો દેખાય છે તે વાસ્તવિક નથી. આંખો દેખાતી હોય તો આ તસવીર કોણે વાયરલ કરી? તેની તપાસ થવી જોઈએ.

વધુ વાંચો: દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા

મૂર્તિને ગઈકાલે ગર્ભગૃહમાં રાખવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે રામલલાના બાળ સ્વરૂપની આ મૂર્તિને શુક્રવારે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ગર્ભગૃહમાં રાખવામાં આવી હતી. આ મૂર્તિને 22 જાન્યુઆરીએ પવિત્ર કરવામાં આવશે અને ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મૂર્તિને ગર્ભગૃહમાં મૂક્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા તેની તસવીર જાહેર કરવામાં આવી હતી, જેમાં તેની આંખોને પટ્ટીથી ઢાંકવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ