બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Ayodhya ram mandir In 11 days 25 lakh devotees visited and donated 11 crores

અયોધ્યા / રામલલાની દાનપેટી કુબેરનો ખજાનો, દરરોજ લાખો લોકો દર્શન બાદ કરી રહ્યા છે કરોડોનું દાન

Megha

Last Updated: 02:51 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિરમાં આવનાર ભક્તોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 11 દિવસમાં ભગવાન રામલલાના 25 લાખ ભક્તોએ દર્શન કરીને કરોડો રૂપિયાનું દાન કર્યું છે.

  • અયોધ્યા રામ મંદિરમાં આવનાર ભક્તોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. 
  • 23 જાન્યુઆરીથી અત્યાર સુધી 25 લાખ જેટલા શ્રધ્ધાળુઓ દર્શન માટે આવ્યા. 
  • છેલ્લા 11 દિવસમાં ભગવાન રામલલાની દાનપેટીમાં 11 કરોડ રૂપિયાનું દાન આવ્યું. 

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને હજુ 11 દિવસો થયા છે અને અહીં આવનાર ભક્તોની સંખ્યા રોજ રેકોર્ડ તોડી રહી છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારથી કરીને અત્યાર સુધી 11 દિવસોમાં રામ મંદિરમાં 25 લાખ જેટલા શ્રધ્ધાળુઓ રામલલાના દર્શન માટે આવ્યા છે.  

અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો  દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન | Ayodhya Ram Mandir Pran  Pratishtha ...

1 ફેબ્રુઆરી સુધીના દર્શન અને દાનના આંકડા સામે આવ્યા છે. તે રામ મંદિર પ્રત્યે ભક્તોનું આકર્ષણ દર્શાવે છે. છેલ્લા 11 દિવસમાં ભગવાન રામલલાની દાનપેટીમાં 11 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. તે જ સમયે, આ 11 દિવસમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. એક રીતે જોવામાં આવે તો રામ મંદિરમાં દરરોજ સરેરાશ 1 કરોડ રૂપિયાનું દાન થઈ રહ્યું છે.  

રામ જમ તીર્થ ક્ષેત્રના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસોમાં દાનપેટીમાં 8 કરોડ રૂપિયા જમા થયા છે અને લગભગ 3.5 કરોડ રૂપિયા ઓનલાઈન દાનમાં મળ્યા છે. ટ્રસ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે ભગવાન રામલલા જ્યાં બિરાજમાન છે તે ગર્ભગૃહની સામે દર્શન માર્ગ પાસે ચાર દાન પેટીઓ રાખવામાં આવી છે. જેમાં ભક્તો દાન કરી રહ્યા છે. 

અંધ સ્વામી રામભદ્રાચાર્યે શોધી કાઢ્યુંતું રામ જન્મસ્થળનું સચોટ સ્થળ,  સુપ્રીમના જજ પણ હેરાન I Jagatguru Rambhadracharya Maharaj's testimony in Ram  Mandir case and how it played ...

આ ઉપરાંત 10 કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર પર પણ લોકો દાન આપી રહ્યા છે. આ ડોનેશન કાઉન્ટરો પર ટેમ્પલ ટ્રસ્ટના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સાંજે કાઉન્ટર બંધ થયા બાદ મળેલી દાનની રકમનો હિસાબ ટ્રસ્ટની કચેરીમાં જમા કરાવે છે.આ માટે 14 કર્મચારીઓની ટીમ ચાર દાન પેટીઓમાં દાનની ગણતરી કરે છે જેમાં 11 બેંક કર્મચારીઓ અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે દાન એકત્ર કરવાથી માંડીને તેની ગણતરી સુધીનું બધું જ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ થાય છે.

જણાવી દઈએ કે કડકડતી ઠંડી છતાં રામલલાના દર્શન માટે અયોધ્યા આવનારા ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. દરરોજ સવારે 7 વાગ્યાથી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે અને બપોરે અઢી કલાકના આરામ પછી 10 વાગ્યા સુધી ભક્તો મંદિરના દર્શન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ