બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Ayodhya: PM Modi visited dalit house and drank a tea over there

ઉત્તરપ્રદેશ / VIDEO: અયોધ્યામાં ઉદ્ઘાટનની વચ્ચે અચાનક જ જુઓ ક્યાં પહોંચ્યા PM મોદી, જાણો કોણ છે PMને ચા પીવડાવનાર મહિલા, પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ આપ્યું

Vaidehi

Last Updated: 03:49 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે અયોધ્યા પહોંચેલા PM મોદીએ પહેલા રોડ શૉ કર્યો અને એ બાદ એક દલિતનાં ઘરે ચા પીધી. આ મહિલા સરકારની મહત્વાકાંક્ષી ઊજ્જવલા ભારત યોજનાની લાભાર્થી છે.

  • અયોધ્યા પહોંચેલા PM મોદીએ દલિતનાં ઘરની મુલાકાત લીધી
  • પ્રધાનમંત્રીએ માજીનાં હાથની ચા પણ પીધી
  • રેલી બાદ જનસંબોધન દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની જાહેરાત પણ કરી

અયોધ્યામાં રામ મંદિર હવે લગભગ તૈયાર થઈ ગયું છે. ભવ્ય રામમંદિરનાં ઉદ્ધાટનથી પહેલાં PM નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર એટલે કે આજે અયોધ્યા પહોંચ્યાં હતાં. અહીં તેમણે રેલી બાદ અનેક યોજનાઓનું લોકાર્પણ કર્યું. રેલી બાદ PM મોદી અચાનક અહીં રહેતા એક દલિત મહિલાનાં માજીનાં ઘરે પહોંચ્યાં. માજી સાથે મુલાકાત કરી અને તેમના ઘરની બનેલી ચા પણ પીધી. મીરા માજી પ્રધાનમંત્રી ઊજ્જવલા યોજનાની 10 કરોડમી લાભાર્થી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મીરાનાં ઘરે થોડીવાર રહ્યાં અને પછી તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને વિદાય લીધી. 

"હું પૂજારી છું"- PM મોદી
રેલી બાદ PM મોદીએ જનસંબોધન કરતાં કહ્યું કે,"  આજે સમગ્ર વિશ્વ ઉત્સુકતાની સાથે 22 જાન્યુઆરીનાં ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું છે. તેવામાં અયોધ્યાવાસીઓમાં આ ઉત્સાહ-ઉમંગ ઘણો સ્વાભાવિક છે. ભારતની માટીનાં કણ-કણ અને ભારતનાં જન-જનનો હું પૂજારી છું. "

અયોધ્યામાં કર્યો 8 કિમી લાંબો રોડ શૉ
આ પહેલાં PM મોદીએ અયોધ્યામાં 8 કિમી લાંબો રોડ શૉ કર્યો. આ બાદ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નવી બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું. સાથે જ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનોને પણ લીલીઝંડી દેખાડી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જ્યારે અયોધ્યા પહોંચ્યાં ત્યારે એરપોર્ટથી નિકળ્યાં બાદ તેમણે રોડ શૉ કાઢ્યો. આ દરમિયાન લોકોએ તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. 

વાંચવા જેવું:ફોટોમાં હું ગુસ્સામાં હોઉં એવું લાગે છે: PM મોદીએ ટ્રેનમાં બાળકોને જુઓ શું કહ્યું, પૂછ્યું કશું ખાવા માટે નથી લાવ્યા?

બાબરી કેસનાં પક્ષકારે પણ પુષ્પવર્ષા કરી
આજે રેલી દરમિયાન એક રસપ્રદ બનાવ પણ બન્યો. જ્યારે PM મોદીનું સ્વાગત થઈ રહ્યું હતું ત્યારે સ્વાગત માટે બાબરી કેસનાં પક્ષકાર હાશિમ અંસારીનાં દીકરા ઈકબાલ અંસારીએ PM મોદી પર ગુલાબનાં ફુલ વરસાવ્યાં. ઈકબાલ અંસારીએ કહ્યું કે," અયોધ્યા બધાને સંદેશો આપે છે કે અહીં હિંદૂ મુસ્લિમ બધા એકસાથે મળીને રહે છે એકબીજાનાં કાર્યક્રમમાં જોડાય પણ છે." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ