બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Australia hinter valley bus accident, 10 died, 11 highly injured

BIG BREAKING / ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ગંભીર માર્ગ અકસ્માતમાં બસ પલટી મારતા 10નાં મોત, 11 ઘાયલ

Last Updated: 07:52 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સની હંટર વેલીમાં 40 લોકોને લઈ જતી બસ પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યારસુધી 10 લોકોનાં મોત નોંધાયા છે.

  • ઑસ્ટ્રેલિયામાં બસ પલટી જવાની દુર્ઘટના
  • અકસ્માતમાં 10 લોકોનું મોત, 11 ઘાયલ, 18નો રેસ્ક્યૂ
  • ધુમ્મસને લીધે બસ પલટી હોવાનું પ્રાથમિક અનુમાન

ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે. આ અકસ્માતમાં અત્યારસુધી 10 લોકોનું મોત નોંધાયું છે જ્યારે 11 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. ઘાયલોને હેલિકોપ્ટર અને બાય-રોડ નજીકનાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતાં.

18 લોકોનો બચાવ
આ દુર્ઘટનામાં 18 યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. બસ ચાલક અને એક 58 વર્ષીય વ્યક્તિની તબયિત ગંભીર છે. તેઓ હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. 

પોલીસે આ ઘટનાની જાણકારી આપી
પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રાત્રે 11.30 પછી થયો હતો. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ધુમ્મસને લીધે થયો હતો. જો કે અમે આસપાસનાં એરિયાને કવર કરી દીધું છે. હાલમાં આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બસમાં 40 લોકો સવાર
ઑસ્ટ્રેલિયાની મીડિયા અનુસાર આ બસમાં આશરે 40 લોકો સવાર હતાં જે વેંડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્ન પ્રસંગમાં શામેલ થયાં હતાં. આ તમામ લોકો કાર્યક્રમમાં શામેલ થયાં બાદ પાછા આવી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Bus Accident hunter valley bus accident ઑસ્ટ્રેલિયા હંટર વેલી અકસ્માત BIG BREAKING
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ