બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / AUS vs PAK test match Abdullah Shafiq dropped an easy catch of David Warner

AUS vs PAK / 'પાકિસ્તાન ટીમની ફિલ્ડિંગ ક્યારેય નહીં બદલાઈ', ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ મેચમાં લપ્પુ જેવો કેચ છોડ્યો, VIDEO વાયરલ

Megha

Last Updated: 12:34 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આજથી જ નહીં પરંતુ લાંબા સમયથી તેની ફિલ્ડિંગને લઈને ટ્રોલ થઈ રહી છે. હવે આવું જ કઇંક ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં પણ જોવા મળ્યું.

  • પાકિસ્તાન ક્રિકેટ ટીમ નબળી ફિલ્ડિંગ હંમેશા સમાચારોમાં રહે છે. 
  • મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પણ આવું જ થયું. 
  • પાકિસ્તાની ખેલાડીએ આસાન કેચ છોડી દીધો, જેનો વિડીયો વાયરલ થયો.

ઓસ્ટ્રેલીયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. 26 ડિસેમ્બરે શરૂ થનાર આ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ નબળી ફિલ્ડિંગ હંમેશા સમાચારોમાં રહે છે. પાકિસ્તાની ખેલાડીઓનું ફિલ્ડિંગ લેવલ હંમેશાથી ખૂબ જ નબળું રહ્યું છે અને મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પણ આવું જ જોયું. પાકિસ્તાની ખેલાડીએ એક આસાન કેચ છોડી દીધો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો મજબૂત ઓપનર ડેવિડ વોર્નર હાલમાં શાનદાર ફોર્મમાં છે, વોર્નરે પ્રથમ ટેસ્ટમાં 164 રનની જોરદાર ઇનિંગ રમી હતી. મેલબોર્ન ટેસ્ટમાં ડેવિડ વોર્નરને સસ્તામાં આઉટ કરવાની પાકિસ્તાન પાસે સારી તક હતી, જેને અબ્દુલ્લા શફીકે વેડફી નાખી હતી.

થયું એવું કે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ એક શાનદાર બોલ ફેંક્યો હતો અને આ બોલ રમતી વખતે વોર્નરે શોટ લગાવવાની કોશિશ કરી પરંતુ બોલ તેના બેટની કિનારી સાથે અથડાઇને સીધો પ્રથમ સ્લિપમાં ઉભેલા અબ્દુલ્લા શફીકના હાથમાં ગયો હતો. તેની પાસે સહેલાઈથી આ કેચ આવ્યો હતો અને આ માટે તેને પોતાની જગ્યાએથી ખસવાનું પણ ન હતું.

જોકે શફીક કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં કેચ ચૂકી ગયો હતો.શફીકે વોર્નરનો કેચ છોડ્યો ત્યારે તે માત્ર 2 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જોકે, આ ડ્રોપ કેચને કારણે પાકિસ્તાનને વધુ નુકસાન સહન કરવું પડ્યું નથી. વોર્નર 83 બોલમાં 38 રન બનાવીને સલમાન અલી અગાના બોલ પર આઉટ થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ