બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ATS IG Deepen Bhadran has said that ATS employees will get risk allowance on the calculation day

આનંદો! / આખરે એક દાયકાની મહેનત રંગ લાવી: ગુજરાત ATSને ગણતરીના જ દિવસમાં મળશે રિસ્ક એલાઉન્સ

Malay

Last Updated: 04:02 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATSના આઇજી દીપેન ભદ્રને જણાવ્યું છે કે, ATSના કર્મચારીઓને ગણતરીના દિવસમાં રિસ્ક એલાઉન્સ મળશે, રિસ્ક એલાઉન્સની ફાઇલ ગૃહ વિભાગમાં છે. થોડા દિવસમાં રિસ્ક એલાઉન્સ શરૂ થઇ જશે.

  • ગુજરાત ATSના કર્મીઓને પણ અપાશે રિસ્ક એલાઉન્સ  
  • ATSને ગણતરીના દિવસમાં રિસ્ક એલાઉન્સ મળશે
  • હર્ષ સંઘવીએ રિસ્ક એલાઉન્સ શરૂ કરવાની કરી હતી વાત
  • 90ના દાયકામાંમાં કરાઈ હતી ATSની રચના

ગુજરાત ATS આતંકવાદ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે તથા અન્ય ગંભીર ગુનાને રોકવા માટેની કામગીરી કરે છે. જોકે, આ કામગીરી માટે ગૃહ વિભાગ દ્વારા ATSના તમામ અધિકારી અને પોલીસકર્મીને કોઇ પણ પ્રકારનું રિસ્ક એલાઉન્સ આપવામાં આવતું નથી. ATSની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ મધ દરિયેથી પકડીને પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે ત્યારે થોડા દિવસ પહેલાં અલ કાયદાના ચાર બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. જે આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા હતા. આ સિવાય ઈસ્લામિક સ્ટેટ આતંકી સંગઠન (આઇએસકેપી)ના આતંકીની ધરપકડ કરી હતી. ATS કેટલું રિસ્ક ઉઠાવે છે તેની સૌ કોઇને ખબર છે ત્યારે હજુ સુધી તેમને રિસ્ક એલાઉન્સ આપવામાં આવતું નથી. બીજાં રાજ્યમાં ATSના કર્મચારીઓને મળતાં રિસ્ક એલાઉન્સની જેમ ગુજરાત ATSમાં પણ રિસ્ક એલાઉન્સ શરૂ કરવા માટે ATSના ઉચ્ચ અધિકારીએ વર્ષ 2011માં ગૃહ વિભાગને દરખાસ્ત મોકલી હતી. જોકે હજુ સુધી તે દરખાસ્ત પાસ નથી થઇ ત્યારે થોડા સમય પહેલાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રિસ્ક એલાઉન્સ શરૂ કરવા માટેની વાત કરી હતી. એક દાયકાથી વધુ ગુજરાત ATSના કર્મચારીને રિસ્ક એલાઉન્સ આપવાની જાહેરાત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવીએ કરી હતી. 

અલકાયદાના 3 સંદિગ્ધો 7 દિવસના પોલીસ રિમાન્ડ પર, ATSએ અમદાવાદમાંથી ઝડપ્યાં  હતા | 3 Al-Qaeda suspects on 7-day police remand, ATS nabs from Ahmedabad
ફાઈલ ફોટો

બેઝિક પગારના 45 ટકા જેટલું એલાઉન્સ આપવાની થઈ હતી જાહેરાત
કોસ્ટલ ઈન્ટર્નલ સિક્યોરિટીની રિવ્યુ બેઠકમાં રિસ્ક એલાઉન્સ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં ATSમાં ફરજ બજાવતા તમામ કર્મચારીને પાંચમા પગારપંચ પ્રમાણે બેઝિક પગારના 45 ટકા જેટલું આપવામાં આવે તેવી જાહેરાત થઇ હતી. ગૃહ વિભાગ દ્વારા ATSને દરખાસ્ત થોડા સમયમાં પાસ કરતાં તેમનું રિસ્ક એલાઉન્સ શરૂ થઇ જશે. 90ના દાયકામાં દેશભરમાં ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિઓને ડામવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની રચના કરવામાં આવી હતી. આ સ્કવોડમાં કામગીરી કરનારા તમામ પોલીસકર્મીને જે તે રાજ્યના ગૃહવિભાગ દ્વારા રિસ્ક એલાઉન્સ પેટે દોઢો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં આજસુધી નથી મળ્યું રિસ્ક એલાઉન્સ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવાં અનેક રાજ્યમાં રિસ્ક એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાતમાં આજ સુધી કોઇ પણ પ્રકારનું રિસ્ક એલાઉન્સ ગૃહ વિભાગ દ્વારા મળ્યું નથી. રાજ્યમાં અત્યાર સુધી પ્રધાનની સુરક્ષામાં જોડાયેલા કર્મચારી અને ચેતક કમાન્ડોને જ રિસ્ક એલાઉન્સ આપવામાં આવતું હતું. જેની સામે ગુજરાત ATS પાછલાં કેટલાક સમયથી દુશ્મન દેશના ડ્રગ્સ માફિયા સાથે બાથ ભીડીને નાર્કો ટેરરનું નેટવર્ક તોડવામાં સફળ છે. જેના પગલે ATSના અધિકારીથી માંડીને કર્મચારી અને તેમના પરિવાર પર જોખમ વધ્યું હતું. 

ATSની ટીમે આતંકી ષડયંત્રનો કર્યો હતો પર્દાફાશ
તાજેતરમાં આઇએસકેપીના આતંકીઓના મોડ્યુલનો પર્દાફાશ ATSની ટીમે કર્યો હતો. મુંબઇના 26/11ના હુમલા કરતાં પણ ખતરનાક આતંકી હુમલા કરવાનું કાવતરું આતંકવાદીનું હતું. જોકે, ATSની ટીમે તેમની ધરપકડ કરી હતી. આ સિવાય મધદરિયેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં સૌથી મોટો ફાળો ATSનો છે. આવા ખતરનાક ઓપરેશન પાર પાડવા માટે ATSની ટીમ અનેક રિસ્ક ઉઠાવે છે. જેનું તેમને રિસ્ક એલાઉન્સ મળતું નથી. ગુજરાત સહિત દેશનાં તમામ રાજ્યની ATSને રિસ્ક એલાઉન્સ આપવામાં આવે છે. ATSના આઇજી દીપેન ભદ્રને જણાવ્યું છે કે રિસ્ક એલાઉન્સની ફાઇલ ગૃહ વિભાગમાં છે. થોડા દિવસમાં રિસ્ક એલાઉન્સ શરૂ થઇ જશે.

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSના દીપેન ભદ્રનનું નિવેદન: ટૂંક સમયમાં થશે  મોટા ખુલાસા, વડોદરાથી 15ની ધરપકડ | Statement of Deepen Bhadran of ATS in  Junior Clerk Paper ...
દીપેન ભદ્રન (IG, ગુજરાત ATS)

ATSમાં ફરજ બજાવે ત્યાં સુધી મળે છે રિસ્ક એલાઉન્સ
કોઇ પણ પોલીસકર્મીનું જ્યારે ATSમાં ટ્રાન્સફર થાય ત્યારે તેમને રિસ્ક એલાઉન્સ શરૂ થઇ જાય છે જ્યાં સુધી જે તે પોલીસકર્મી ATSમાં ફરજ બજાવે ત્યાં સુધી તેમને રિસ્ક એલાઉન્સ મળે છે પરંતુ જ્યારે તે ATSમાંથી ટ્રાન્સફર થઇ જાય ત્યારે રિસ્ક એલાઉન્સ બંધ થઇ જાય છે. પાંચમા પગારપંચ પ્રમાણે રિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. હાલ ગુજરાત પોલીસમાં સાતમા પગારપંચનો અમલ કરવામાં આવે છે. જોકે રિસ્ક એલાઉન્સ પાંચમા પગારપંચ પ્રમાણે મળશે. એક કોન્સ્ટેબલનો પગાર પાંચમા પગારપંચ પ્રમાણે અંદાજે 45 હજાર હતો. જેમાં બેઝિક પગાર 24 હજાર હતો. જ્યારે બાકીનાને એલાઉન્સ અને મકાન ભાડું તથા ડીએ ચૂકવાતું હતું. હવે જાહેરાત પ્રમાણે બેઝિક પગાર એટલે કે 24 હજારના 45 ટકા એટલે રૂ.10,800 થાય. જે મેમોરેન્ડમ થયા પછી પગારમાં વધીને આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ