બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ભારત / Assembly Elections 2023 How did the whole situation turn around in Rajasthan? See how the Hindutva card has been played heavily on Gehlot

Assembly Elections 2023 / આખરે રાજસ્થાનમાં કેવી રીતે આખી બાજી પલટાઇ ગઇ? જુઓ ગેહલોત પર કેવી રીતે ભારે પડ્યું હિન્દુત્વ કાર્ડ

Megha

Last Updated: 08:42 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં શાસન એટલે કે સરકાર બદલાય છે. હાલ રાજસ્થાનમાં ભાજપ જીતનો જશ્ન મનાવી રહી છે તો કોંગ્રેસ પોતાની હારના કારણો શોધી રહી છે.

  • રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો સામે આવી ગયા છે
  • રાજસ્થાનમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં શાસન એટલે કે સરકાર બદલાય છે
  • ભાજપ જીતનો જશ્ન મનાવી રહી છે તો કોંગ્રેસ પોતાની હારના કારણો શોધી રહી છે 

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો સામે આવી ગયા છે. રાજ્યની પ્રજાએ શાસન બદલ્યું પણ રિવાજો બદલ્યો નથી. વર્ષ 1993થી પરંપરાગત રીતે આ રાજ્યમાં, દરેક વિધાનસભા ચૂંટણીમાં શાસન એટલે કે સરકાર બદલાય છે. એક ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે અને બીજી ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દાયકાઓથી ચાલી આવતી પરંપરા આ વખતે પણ બદલાઈ નથી.  

Tradition of power change continues in Rajasthan: BJP in position to form government

રાજસ્થાનમાં ભાજપ પોતાની જીતનો જશ્ન મનાવી રહી છે ત્યારે કોંગ્રેસ પોતાની હારના કારણો શોધી રહી છે. ચૂંટણી જીત્યા બાદ વસુંધરા રાજેએ જીતનો શ્રેય પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાને આપ્યો હતો. અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાનની જનતાએ આપેલા આદેશને અમે નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ દરેક માટે અણધાર્યું પરિણામ છે. આ હાર દર્શાવે છે કે અમે અમારી યોજનાઓ, કાયદાઓ અને નવીનતાઓને લોકો સુધી પહોંચાડવામાં સંપૂર્ણ રીતે સફળ નથી થયા.

1. પીએમ મોદીનો જાદુ ચાલ્યોઃ 
રાજસ્થાનમાં ભાજપની જીતનું પહેલું પરિબળ એ છે કે પીએમ મોદીએ ચૂંટણીના વર્ષમાં રાજસ્થાનની ઘણી મુલાકાતો કરી. રાજસ્થાનના ખૂણે ખૂણે તેમની રેલીઓ યોજાઈ હતી. તેમણે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં જોરદાર રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે વારંવાર ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. રાજસ્થાનમાં મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ તરફ મતદારોનું ધ્યાન દોર્યું. આ સાથે રાજેન્દ્ર ગુડાની લાલ ડાયરીનો મુદ્દો પણ ઉગ્રતાથી ઉઠાવવામાં આવ્યો હતો. પીએમ મોદીની મહેનત મોદી મેજિકમાં પરિવર્તિત થઈ. 

2. ભાજપે રમ્યું હિંદુત્વ કાર્ડઃ 
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો. પીએમ મોદી 2022માં ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલ હત્યાની ઘટનાને વારંવાર ઉઠાવી રહ્યા છે, સાથે જ ભાજપના તમામ નેતાઓ કોંગ્રેસ પર 'તુષ્ટીકરણની રાજનીતિ' માટે વારંવાર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે બાબા બાલકનાથને ઉમેદવાર બનાવીને અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરીને હિન્દુત્વનું કાર્ડ રમ્યું. જેની અસર રાજસ્થાનના મતદારો પર પડી હતી. જેનું પરિણામ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોવા મળે છે.

BJP is leading in Rajasthan, Ashok Gehlot's mistakes are making congress loose the game

3. કોંગ્રેસના રાજમાં વારંવાર પેપરલીક
રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદાનો ઉઠાવવામાં આવ્યો હતો.

4. 3.5 વર્ષ સુધી સચિન પાયલટનું અપમાન
સચિન પાયલટની સાથેની લડાઈમાં અશોક ગહેલોત કોઈ પણ કિંમતે સચિન પાયલટને કંઈ પણ આપવા માટે તૈયાર નહોતાં.  પાયલટનું ડેપ્યૂટી સીએમનું પદ તો હાથમાંથી ગયું જ પણ તેમને સંગઠનમાં એકપણ પદ ન આપવામાં આવ્યું કારણકે ગહેલોત તેના માટે તૈયાર નહોતાં. સચિન માટે અનેકવાર તેમણે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો.  ચૂંટણીનાં 6 મહિના પહેલા કહેવામાં આવ્યું કે ગહેલોત અને પાયલટની વચ્ચે મતભેદ સમાપ્ત થઈ ગયાં છે પણ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગહેલોત અને પાયલટ એકસાથે એકપણ રોડશૉ કે રેલીમાં ન દેખાયા.

5. યોજનાઓ બની પણ લાગૂ ન થઈ
ગહેલોતની બેદકારી આ ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ હોઈ શકે છે. અધૂરી યોજનાઓને લીધે જનતામાં નારાજગીનું વાતાવરણ જોવા મળ્યું. સવા કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાની ઘોષણા થઈ હતી, ચાલીસ લાખને ફોન દેવાનો દાવો કરવામાં આવ્યો છે પણ વાસ્તવમાં તો 20-25 લાખ જ ફોનની વહેંચણી કરવામાં આવી છે. જે લોકોને સ્માર્ટફોન નથી મળ્યો તેનો વોટ શું કોંગ્રેસને જાય? બેરોજગારી ભથ્થા સ્કીમ અને પ્રદેશ સરકારી ફ્લેગશિપ સ્કીમ અંતર્ગત 25 લાખ રૂપિયા ગંભીર બીમારીઓનાં ઈલાજ માટે આપવાની વાત કરવામાં આવી હતી પણ આ યોજનાઓનાં લાભાન્વિતોનો રેકોર્ડ આપવા માટે ખુદ કોંગ્રેસ સરકાર સક્ષમ ન રહી.

6. 2-2 વર્ષો સુધી ખાલી રહ્યાં પદ
કોંગ્રેસની હારમાં મુખ્યમંત્રી હોવા છતાં ગહેલોતની બેદકરકારીનાં કારણે બોર્ડ નિગમ સહિત તમામ પદ વર્ષો સુધી ખાલી રહ્યાં હતાં જેના માટે ગહેલોતને જ દોષિત માનવામાં આવે છે. જે નિયુક્તિઓ ચૂંટણીનાં 1-2 વર્ષોમાં થઈ જવી જોઈએ તે બીજી ચૂંટણી નજીક આવ્યા સમયે થઈ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ