બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

VTV / મનોરંજન / Asit Modi warns old Tarak Mehta: Stop spreading fake news

નિવેદન / જૂના તારક મહેતાને અસિત મોદીએ આપી ચેતવણી: ખોટી ખબરો ફેલાવવાનું બંધ કરવું જોઈએ... કેસને લઈને જુઓ શું ટ્વિટ કર્યું

Priyakant

Last Updated: 05:09 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TARAK MAHETA controversy News: અસિત મોદીએ કહ્યું, શૈલેષ લોઢા કેસ જીત્યા નથી, કોર્ટે પરસ્પર સંમતિથી મામલો પતાવ્યો છે, શૈલેષ લોઢાએ ખોટી ખબરો ફેલાવવાનું બંધ કરવું જોઈએ

  • શૈલેષ લોઢા સાથેની કાનૂની લડાઈ બાદ અસિત મોદીએ મૌન તોડ્યું 
  • શૈલેષ લોઢા કેસ જીત્યા નથી, કોર્ટે પરસ્પર સંમતિથી મામલો પતાવ્યો: અસિત મોદી 
  • અસિત મોદીએ પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો પણ શેર કર્યા 

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા વિવાદ: શૈલેષ લોઢા સાથેની કાનૂની લડાઈ બાદ અસિત મોદીએ તેમની સાથેના વિવાદો પર મૌન તોડ્યું છે. વાત જાણે એમ છે કે, અસિત મોદીએ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ જાહેર કરી છે, જેના દ્વારા તેણે અભિનેતા પર નિશાન સાધ્યું છે. તેમની તાજેતરની પોસ્ટમાં અસિતે દાવો કર્યો છે કે, શૈલેષ લોઢા કેસ જીત્યા નથી, પરંતુ કોર્ટે પરસ્પર સંમતિથી મામલો પતાવ્યો છે. અસિત શૈલેષને આવા ખોટા સમાચાર ન ફેલાવવાની સૂચના આપે છે અને કહે છે કે તેમણે જૂઠું ન બોલવું જોઈએ કે તે કેસ જીતી ગયા છે. નિર્માતાએ પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજો પણ શેર કર્યા છે, જેમાં અસિત અને શૈલેષની સહી છે.

અસિતે મોદીએ દસ્તાવેજો કર્યા શેર 
હકીકતમાં શૈલેષ લોઢાએ ભૂતકાળમાં દાવો કર્યો હતો કે, શોના મેકર અસિત મોદીએ તેમની સાથે ખોટું કર્યું છે. નિર્માતાઓ સામે કેસ જીત્યા પછી, તેને લાગે છે કે જાણે અભિનેતાએ યુદ્ધ જીતી લીધું છે. જેથી અસિત મોદીએ ટ્વિટ કરી કેટલાક ડોક્યુમેન્ટ શેર કર્યા છે. 

અસિતે મોદીએ શું કહ્યું ? 
ટ્વીટમાં અસિત મોદીએ લખ્યું કે, શૈલેષ લોઢાએ તાજેતરમાં પૂરા થયેલા કોર્ટ કેસ વિશે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવું જોઈએ. શૈલેષે તેના બહાર નીકળવાના દસ્તાવેજો પ્રક્રિયા અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે એક્ઝિટ પેપર્સ પર સહી કરવાનો પણ ઇનકાર કર્યો હતો. કાગળો પર સહી ન કરવાને કારણે અમે તેમની બાકી રકમ ચૂકવી શક્યા ન હતા. નીલા ફિલ્મ્સે બિલ મળતાની સાથે જ તેમનું ટાઇડિયસ કાપી નાખ્યું. આ સાથે અમે તેમના બાકી નાણાં પરત કરવા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યો હતો. પરંતુ મેકર્સ સાથે વાત કરવાને બદલે તેમણે કાનૂની રસ્તો પસંદ કર્યો.

મામલો પરસ્પર સંમતિથી ઉકેલાયો 
આ સાથે તેમણે આગળ લખ્યું કે, માનનીય NCLT કોર્ટે તેના આદેશમાં નિર્ણય કર્યો કે, શૈલેષ એક્ઝિટ દસ્તાવેજો પર સહી કરશે. કોર્ટે પ્રક્રિયા પૂરી કરી ત્યારપછી અમે તેના લેણાં મુક્ત કર્યા. અસિતે લખ્યુ કે, કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, પરસ્પર સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. અમને ખબર નથી કે તે કેસ વિશે ખોટી માહિતી શા માટે શેર કરી  રહ્યા છે ? ખાસ કરીને આવા કેસમાં જેનો 23 મેના રોજ જ ઉકેલ આવ્યો હતો. જો તે આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલશે તો અમે તેની પ્રશંસા કરીશું. તેઓએ પોતાના અંગત ફાયદાનો વિચાર કરીને ખોટા સમાચાર ન ફેલાવવા જોઈએ.

અમે શૈલેષના બદલાયેલા વર્તનથી દુ:ખી છીએ: અસિત
અસિતે નિવેદનમાં આગળ લખ્યું કે, શૈલેષે અમારી સાથે 14 વર્ષ સુધી કામ કર્યું અને તે અમારા માટે પરિવાર હતા. અમે હંમેશા તેમને સપોર્ટ કર્યો છે. અમે હંમેશા તેમને સમયસર ચૂકવણી કરી છે. શો દરમિયાન તેને ક્યારેય કોઈ ફરિયાદ ન હતી અને તેથી તેમની બહાર નીકળતી વખતે તેમના ઉદ્ધત વર્તનથી અમને આશ્ચર્ય થયું. અમે તેમના વર્તનથી ખૂબ જ દુઃખી છીએ.

બાકી નાણાં રોકવાનો કોઈ ઈરાદો નહોતો: અસિત
અસિતે અંતમાં લખ્યું કે, બાકી નાણાં રોકવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો પરંતુ તેમ છતાં પણ દરેક કોર્પોરેટ પેઢી છોડતી વખતે ઘણી ઔપચારિકતાઓ પૂરી કરવી પડે છે. તેમણે તે પ્રક્રિયા પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો હતો. અમે કોર્ટના આભારી છીએ જેમણે અમને આ મામલો બંધ કરવામાં મદદ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ