બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Ashwin-Jadeja did a big feat by taking 500 wickets in Tests! Will Kumble-Harbhajan's record be broken today

ક્રિકેટ / અશ્વિન-જાડેજાની જોડીએ રંગ રાખ્યો: બની ટેસ્ટ ક્રિકેટમાં આ કમાલ કરનારી બીજા નંબરની ભારતીય જોડી

Megha

Last Updated: 10:40 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્વિન અને જાડેજાની જોડીના નામે 500 વિકેટ થઈ ગઈ છે. જો વધુ બે વિકેટ લેવામાં સફળ થાય છે તો એ અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ મૂકીને ભારતની નંબર-1 જોડી બની જશે

  • અશ્વિન અને જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં કમાલ કરી બતાવ્યો
  • રેડ બોલ ક્રિકેટમાં આ જોડીના નામે 500 વિકેટ થઈ ગઈ છે
  • ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં આવી સિદ્ધિ મેળવનારી ભારતની બીજી જોડી બની

ટીમ ઈન્ડિયાની ડેડલી સ્પિનરની જોડી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં કમાલ કરી બતાવ્યો હતો. જણાવી દઈએ કે હવે રેડ બોલ ક્રિકેટમાં આ જોડીના નામે 500 વિકેટ થઈ ગઈ છે. અશ્વિન- જડ્ડુની જોડી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં આવી સિદ્ધિ મેળવનારી ભારતની બીજી અને કુલ 12મી જોડી બની છે. જો આ બંને પોર્ટ ઓફ સ્પેનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટના છેલ્લા દિવસે વધુ બે વિકેટ લેવામાં સફળ થાય છે, તો એ બંને અનિલ કુંબલે અને હરભજન સિંહની જોડીને પાછળ મૂકીને તેઓ ભારતની નંબર-1 જોડી બની જશે. તમને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની આ બે મેચની ટેસ્ટ સિરીઝમાં અશ્વિન અને જાડેજાએ કુલ 22 વિકેટ લીધી છે.

હાલમાં અનિલ કુંબલે અને હરભજન સિંહ વિકેટના મામલે ભારતની સૌથી સફળ જોડી છે. આ બંનેએ એકસાથે રમાયેલી 54 મેચોમાં કુલ 501 ટેસ્ટ વિકેટ લીધી છે. કુંબલેના નામે 281 જ્યારે ભજ્જીના નામે 220 વિકેટ છે.  બીજી તરફ અશ્વિન અને જાડેજાની જોડીની વાત કરીએ તો બંનેએ આ 500 વિકેટ લેવા માટે એકસાથે 49 મેચ રમી હતી.જેમાંથી 274 વિકેટ અશ્વિનના નામે અને 226 વિકેટ રવિન્દ્ર જાડેજાના નામે છે. આ જોડીને હવે ભારતની નંબર-1 જોડી બનવા માટે બે વિકેટની જરૂર છે.  

બીજી તરફ જો વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની જોડીના નામે સૌથી વધુ 1034 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.તાજેતરમાં, તેણે વિશ્વ ક્રિકેટમાં પ્રથમ 1000 વિકેટ લેનાર શેન વોર્ન અને મેકગ્રાની જોડીને પાછળ છોડી દીધી.આ જોડીના નામે કુલ 1001 વિકેટ છે.

પોર્ટ ઓફ સ્પેનમાં ચાલી રહેલી બીજી ટેસ્ટની વાત કરીએ તો ચોથા દિવસની રમતના અંત સુધી યજમાન ટીમે 365 રનનો પીછો કરતા 2 વિકેટ ગુમાવીને 76 રન બનાવી લીધા છે.વિન્ડીઝ અત્યારે જીતથી 289 રન દૂર છે, જ્યારે ભારતને જીતવા માટે 8 વિકેટની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ravichandran Ashwin Ravindra Jadeja test cricket અશ્વિન અને જાડેજા અશ્વિન-જાડેજાની જોડી ટેસ્ટ ક્રિકેટ Ashwin-Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ