બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / As soon as India's match in the World Cup started, Jaro entered the field as a player

સ્પોર્ટ્સ / વર્લ્ડકપમાં ભારતની મેચ શરૂ થતાં જ મેદાનમાં ખેલાડી બનીને ઘૂસી ગયો જારવો, ગુસ્સે ભરાયેલા કોહલીએ આપી દીધી ચેતવણી

Priyakant

Last Updated: 03:48 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS News: વિરાટના અભિવ્યક્તિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે, તે આ ટીખળ કરનારને ફરી કોઈ મેચમાં ન આવવાની સૂચના આપી રહ્યો હતો

  • ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં પહોંચ્યો ફેન 
  • સુરક્ષાકર્મીઓને ચકમો આપી  ફેન ટીમ ઇન્ડિયાની જર્સીમાં મેદાનમાં ઉતર્યો
  • સુરક્ષાકર્મીઓએ તેને તરત જ મેદાનની બહાર નિકાળી દીધો  

IND vs AUS : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરી અને 'જારવો 69' મેદાનમાં ઉતર્યો. બધાને ચકમો આપી આ ઇંગ્લિશ ક્રિકેટ ફેન ટીમ ઇન્ડિયાની જર્સીમાં મેદાનમાં ઉતર્યો. જોકે સુરક્ષાકર્મીઓએ તેને તરત જ મેદાનની બહાર નિકાળી દીધો હતો. આ દરમિયાન વિરાટ કોહલી પણ જાર્વોને સમજાવતો જોવા મળ્યો હતો. વિરાટના અભિવ્યક્તિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે, તે આ ટીખળ કરનારને ફરી કોઈ મેચમાં ન આવવાની સૂચના આપી રહ્યો હતો.

પહેલીવાર નથી જ્યારે આ ક્રેઝી ક્રિકેટ ફેન્સ ભારતીય મેચમાં આ રીતે મેદાનમાં ઉતર્યા હોય. 2021માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે સતત ત્રણ ટેસ્ટ મેચોમાં ગ્રાઉન્ડ પર રમુજી એન્ટ્રી કરી હતી. બાદમાં ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે તેના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.

કોણ છે ? 'જારવો 69' 
'ડેનિયલ જાર્વિસ'ને તેના અસલી નામથી ભાગ્યે જ કોઈ જાણતું હશે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર તે 69 નંબરની જર્સી પહેરે છે અને જાર્વો નામથી પ્રવેશ કરે છે. મૂળભૂત રીતે તે એક સીરીયલ પ્રેંકસ્ટર છે, જે તેની યુટ્યુબ ચેનલ 'ટ્રોલસ્ટેશન' માટે આવા પબ્લિસિટી સ્ટંટ કરે છે. જાર્વો ઈંગ્લેન્ડના કેન્ટ કાઉન્ટીના ગ્રેવસેન્ડનો રહેવાસી છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. જોકે ‘જારવો 69’ કોઈપણ ખરાબ ઈરાદા વગર આવા સ્ટંટ કરે છે. પરંતુ આમ કરીને તેણે આંતરરાષ્ટ્રીય મેચોમાં કડક સુરક્ષા પ્રોટોકોલની ખામીઓ પર સવાલ ઉઠાવ્યા છે. પીચ પર ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

અગાઉ પણ અનેક કારનામાં કર્યા 
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તે એક ટેસ્ટ મેચમાં ફિલ્ડર બન્યો હતો અને બીજી ટેસ્ટ મેચમાં તે પેડ, હેલ્મેટ અને બેટ સાથે બેટિંગ કરવા આવ્યો હતો. ભારતીય સુકાની તરીકે તે ટેસ્ટમાં મેદાનમાં ઉતરતો જોવા મળ્યો હતો. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા પણ તેની આ ક્રિયા પર હસવાનું રોકી શક્યા ન હતા. 2015માં ડાઇવિંગ વર્લ્ડ સિરીઝ દરમિયાન તેણે લંડનના એક્વેટિક્સ સેન્ટરમાં પ્રવેશ કર્યો. એકવાર ક્રિકેટના મેદાનની વચ્ચોવચ 'ટ્રેસ્પેસ' નામનો તંબુ ઊભો થતો જોવા મળ્યો. આ પછી સિક્યોરિટીએ તેને ત્યાંથી પણ હટાવી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ