બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As Diwali approaches in Ahmedabad, Surat, the markets are filled with customers, there is a rush to buy readymade garments, kidswear, imitation jewellery.

ખરીદીનો માહોલ / અમદાવાદ, સુરતમાં દિવાળી નજીક આવતા બજારો ગ્રાહકોથી ઉભરાઇ, રેડીમેડ ગારમેન્ટ, કિડ્સવેર, ઇમિટેશન જ્વેલરીમાં ખરીદીની ધૂમ

Vishal Khamar

Last Updated: 12:05 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે બજારોમાં દિવાળીની રોનક જામી છે. સુરતમાં દિવાળી પહેલા માહોલ જામ્યો છે. ચૌટા બજારમાં ખરીદી માટે લોકો ઉમટ્યા છે. તો બીજી તરફ તહેવારોને લઈ પોલીસ દ્વારા પણ અસામાજીક તત્વોની અટકાયત કરી છે.

  • સુરતમાં દિવાળી પહેલાં માહોલ જામ્યો
  • ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી
  • સુરતમાં દિવાળીના તહેવારને લઈને પોલીસ એક્શનમાં

દિવાળીને હવે થોડા દિવસની જ વાર છે. ત્યારે સુરતમાં દિવાળીને લઈને ખરીદીનો માહોલ જામ્યો છે. સુરતની બજારોમાં જાણે એકાએક માનવ મહેરામણ ઉમટી પડ્યું છે...  દરેક બજારમાં ખચોખચ ભીડ જોવા મળી રહી છે. તો વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી રહી છે.  સુરતની સૌથી પ્રખ્યાત ચૌટા બજાર ખાતે હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. દિવાળીના પર્વને લઈને લોકો ધોમ ખરીદી કરી રહ્યા હતા. કોઈ કપડાની, તો કોઈ ઘર સજાવવા માટેની સામગ્રીની ખરીદી કરી રહ્યું હતું. આ દિવાળી કાંઈક ખાસ હોય તેમ લોકોના ચહેરા પર પણ હરખ જોવા મળ્યો. બીજી તરફ વેપારીઓ માટે પણ સારી કમાણીના દિવસો આવ્યા છે. સામાન્ય દિવસોમાં જે કમાણી થતી હતી તેનાથી 10 ગણી કમાણી થઈ રહી છે. 

સુરતનાં બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી
સુરતમાં દિવાળી પહેલા ખરીદીનો માહોલ જામ્યો છે. ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. દિવાળી પર્વને લઈ ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રેડીમેડ ગારમેન્ટ, કિડ્સવેર, ઈમિટેશન જ્વેલરી માટે ચૌટા બજાર જાણીતું છે. હાલ ખરીદી સાથે-સાથે કમાણીનો માહોલ જે રીતે જામ્યો છે. તેને જોતા એટલું ચોક્કસથી કહી શકાય કે, આ દિવાળી કાંઈક ધમાકે દાર અને હટકે હશે.

દિવાળીના તહેવારને લઈને પોલીસ એક્શનમાં
સુરતમાં દિવાળીનાં તહેવારને લઈને પોલીસે એક્શન મોડમાં છે. તહેવારમાં નાકાબંધી, ચેકપોસ્ટ, આંગડિયા, જ્વેલર્સને ત્યાં પેટ્રેલિંગ રહેશે. તેમજ સોસાયટીઓમાં પણ પોલીસનું પેટ્રોલિંગ રહેશે. આજે ગંભીર ગુનાના આરોપીઓને ભેગા કરીને ઓળખ પરેડ કરાઈ છે. લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પોલીસે પકડ્યા છે. આજે 625 ગુનેગારોને એકઠા કરાયા હતા. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતો મેળવી છે. 

CG રોડ પર ખરીદી માટે લોકોની ભીડ
અમદાવાદમાં પણ દિવાળીનો માહોલ જામ્યો છે. સીજી રોડ પર લોકો ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે.  અવનવી ડિઝાઈનનાં કપડાની લોકો ખરીદી રહ્યા છે. દિવાળી તહેવારને લઈને બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. દિવાળી તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ