બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Army vehicle heading to Shopia collision crashes, 2 killed, 2 injured

એન્કાઉન્ટરમાં દુર્ઘટના / J & K : આતંકવાદીઓને ખદેડવા અથડામણ સ્થળે જતી વખતે આર્મી વાહનને નડ્યો અકસ્માત, 2 જવાન શહીદ, 2 ઘાયલ

Hiralal

Last Updated: 06:59 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ સ્થળે જઈ રહેલા અકસ્માત નડ્યો હતો જેમાં 2 જવાન શહીદ થયા હતા.

  • જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
  • અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા
  • અથડામણ સ્થળે જઈ રહેલા જવાનોને અકસ્માત નડ્યો, 2 શહીદ 

જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેમાં 2 આતંકીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન બીજી પણ એક દુર્ઘટના બની હતી. આર્મી અધિકારીઓએ કહ્યું કે 44 આરઆર ચૌગામ કેમ્પથી સૈનિકોને લઈને એક સૂમો બુડિગામ અથડામણ સ્થળ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે લપસી ગયું હતું. આ દુર્ઘટનામાં કુલ ચાર જવાન ઘાયલ થયા હતા જેમને શોપિયાની જિલ્લા હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં બે જવાનોના મોત થયા હતા. તેમણે કહ્યું કે બાકીના બે જવાનોને શ્રીનગરની 92 બેસ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

શોપિયા એકાઉન્ટરમાં 2 આતંકી ઠાર 

સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા, શોપિયમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 

સ્થાનિક નાગરિકની હત્યા

આતંકીઓએ બડગામ જિલ્લાના ગોટપોરા ખાતે તાજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. મોહિઉદ્દીન પર તેના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો હતો. ગોળી વાગતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું. આ પહેલા રવિવારે સુથારી કામ કરતા એક પ્રવાસી મજૂરની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પુલવામા જિલ્લામાં પણ બની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ