બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / apps beware of screen sharing apps not use these app on your phone

એલર્ટ! / ફ્રોડ કરનારાઓ માટે આ Apps હથિયાર સમાન છે, તુરંત મોબાઇલમાંથી કરો ડિલીટ, જુઓ લિસ્ટ

Arohi

Last Updated: 12:15 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Screen Sharing Apps: સ્ક્રીન શેયરિંગ એપ્સ દ્વારા સ્કેમર્સ પોતાના ડિવાઈઝને કંટ્રોલ કરી તમારી જાણકારી મેળવી શકે છે અને તમારા ટ્રાન્ઝેક્શન પર નજર રાખી શકે છે.

  • ફ્રોડ્સ માટે હથિયાર સમાન છે આ Apps
  • ફોનમાંથી આજે જ કરી નાખો ડિલિટ 
  • નહીં તો એકી ઝાટકે એકાઉન્ટ થઈ જશે ખાલી 

દેશમાં ઓનલાઈન સ્કેમના કેસ સતત વધી રહ્યા છે. સ્કેમર્સ ફ્રોડ માટે નવી નવી રીત અપનાવી રહ્યા છે. જો તમારા ફોનમાં સ્ક્રીન શેયરિંગ એપ્સ છે તો સાવધાન થઈ જાઓ અને બની શકે તો તેને હાલ જ ડિલિટ કરી નાખો. નહીં તો તમારૂ એકાઉન્ટ ખાલી થઈ શકે છે. હાલમાં જ એક દિગ્ગજ ડિજિટલ પેમેન્ટ કંપની ગુગલ પેએ પોતાના ગ્રાહકોને સ્ક્રીન શેયરિંગ એપ્સને લઈને ચેતાવણી આપી છે. 

સ્ક્રીન શેયરિંગ એપ્સ દ્વારા સ્કેમર્સ તમારા ડિવાઈસને કંટ્રોલ કરવામાં આવી શકે છે. જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઠગ તમારા ફોનને કંટ્રોલ કરીને ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તમારા કાર્ડની જાણકારી મેળવીને ફ્રોડને અંજામ આપી શકે છે. ફોનનો એક્સેસ હેવાથી ઓટીપી અને મેસેજ પર સ્કેમર્સનું નિયંત્રણ થઈ જાય છે. 

સ્ક્રીન શેયરિંગ એપ શું હોય છે 
સ્ક્રીન શેયરિંગ એપ્સ દ્વારા સ્માર્ટફોનની સ્ક્રીનને બીજાની સાથે શેર કરી શકાય છે. તમારા ફોન સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તેની જાણકારી મેળવી શકાય છે. સામાન્ય રીતે આ એપ્સ દ્વારા ફોન, ટેબલેટ કે પછી લેપટોપને રિમોટલી ફિક્સ કરવા માટે ઉપયોગ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ