ભારત સરકારે એપલ યુઝર્સને ચેતવણી જાહેર કરી છે કે તેમનું ડીવાઈસ જોખમમાં છે. કોઈપણ સમયે હેકર્સ તેમના ડીવાઈસને નિશાન બનાવી શકે છે અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરી શકે છે.
Apple યુઝર્સ માટે CERT-IN એ એક ચેતવણી જારી કરી છે
Apple યુઝર્સ બ્રાઉઝર્સને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરે
સત્તાવાર નિવેદનમાં શું સામે આવ્યું છેઆ? જાણો
ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) એ Macs, iPhones, iPads અને Apple Watch સહિત વિવિધ Apple ઉત્પાદનોના યુઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. જેમાં યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે હેકર્સ દ્વારા લાગુ કરવામાં આવતા કોડને ટાળવા અને સુરક્ષા પગલાં જાળવવા તેઓ તેમના બ્રાઉઝર્સને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરે.
Apple યુઝર્સ બ્રાઉઝર્સને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરે
માહિતી અનુસાર ભારત સરકારે એપલ યુઝર્સને ચેતવણી જાહેર કરી છે કે તેમનું ડીવાઈસ જોખમમાં છે, કોઈપણ સમયે હેકર્સ તેમના ડીવાઈસને નિશાન બનાવી શકે છે અને વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરી શકે છે. જો આમ થશે તો લાખો લોકોનો ડેટા જોખમમાં આવી જશે.
એપલ પ્રોડક્ટ્સ વાપરતા લોકો સાવધાન
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે જણાવ્યું હતું કે સફારી અને અન્ય બ્રાઉઝર દ્વારા ઉપયોગમાં લેવાતા વેબકિટ બ્રાઉઝર એન્જિનમાં સમસ્યા જોવા મળી છે. આવી સ્થિતિમાં આઈફોન અને ઘડિયાળો સહિત એપલ પ્રોડક્ટ્સ જોખમમાં આવી શકે છે.
સત્તાવાર નિવેદનમાં શું સામે આવ્યું છે
એક સત્તાવાર નિવેદનમાં, CERT-IN એ જણાવ્યું હતું કે, “સુરક્ષા ઘટકમાં પ્રમાણપત્ર માન્યતા સમસ્યા, કર્નલમાં સમસ્યા અને વેબકિટ ઘટકમાં ભૂલને કારણે Apple ઉત્પાદનોમાં આ નબળાઈઓ અસ્તિત્વમાં છે. હુમલાખોર ખાસ તૈયાર કરેલ કોડ રીક્વેસ્ટ મોકલીને આ નબળાઈઓનો ઉપયોગ કરી શકે છે.'
કયા Apple યુઝર્સને અસર થશે છે?
- Apple macOS Monterey versions prior to 12.7
- Apple macOS Ventura versions prior to 13.6
- Apple watchOS versions prior to 9.6.3
- Apple watchOS versions prior to 10.0.1
- Apple iOS versions prior to 16.7 and iPadOS versions prior to 16.7
- Apple iOS versions prior to 17.0.1 and iPadOS versions prior to 17.0.1
- Apple Safari versions prior to 16.6.1
યઝર્સ કે જેઓ તેમના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માંગે છે તેઓએ તરત જ તેમના ડીવાઇસને નવીનતમ watchOS, tvOS અને macOS વર્ઝન પર અપડેટ કરવું જોઈએ. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે જો સૉફ્ટવેરની સમસ્યાઓ ઠીક કરવામાં નહીં આવે, તો હુમલાખોરો Apple ઘડિયાળો, ટીવી, iPhones અને MacBook ને ઍક્સેસ કરી શકશે. આ સમસ્યાને ઉકેલવા માટે, Apple તરફથી જરૂરી અપડેટ્સ સત્તાવાર વેબસાઇટ cert-in.org.in પર પણ ઉપલબ્ધ છે.