બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / another enemy of india killed in pakistan lashkar e taiba terrorist akram ghazi killed

પાકિસ્તાન / દિવાળી પહેલા પાકિસ્તાનમાં આતંકીઓનું સુરસુરિયું: ભારતનો વધુ એક દુશ્મન ખલ્લાસ, અજ્ઞાત લોકોએ કર્યો હુમલો

Dinesh

Last Updated: 10:21 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

pakistan akram ghazi killed: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરના કમાન્ડર ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનમાં ભારતના દુશ્મનની આ બીજી હત્યા છે

  • લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાનની હત્યા
  • અકરમ ગાઝીની અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી 
  • 2018માં જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં થયેલા હુમલાનો હતો માસ્ટર માઉન્ડ


pakistan akram ghazi killed: ભારતના દુશ્મનોનો દેશની બહારથી સતત ખાતમો થઈ રહ્યા છે. ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજ્ઞાત લોકોએ ગોળી મારી હત્યા કરી છે. અકરમ ગાઝીની ગુરુવારે પાકિસ્તાનના બાજોરમાં અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. જે 2018થી 2020 સુધી ભરતી સેલનો વડા પણ રહી ચુક્યો છે. તે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો અને તે આતંકવાદીઓની ભરતી પણ કરતો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસાડવામાં તેની મહત્વની ભૂમિકા હતી. તેની હત્યા પાછળનું કારણ તેના પ્રતિસ્પર્ધીઓ અને લશ્કરમાં આંતરિક સંઘર્ષ હોવાનું માનવામાં આવે છે, જો કે, સમગ્ર મામલે અત્યારે તપાસ ચાલી રહી છે. 

ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરના કમાન્ડર ગાઝી ઠાર
ભારતના દુશ્મન ગાઝીની હત્યા લશ્કર અને તેની મૂળ સંસ્થા આઈએસઆઈ માટે મોટો ફટકો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરના કમાન્ડર ગાઝીને ઠાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાનમાં ભારતના દુશ્મનની આ બીજી હત્યા છે. આ પહેલા અન્ય એક આતંકીની પણ હત્યા કરાઈ છે. વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરના સુંજવાનમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. અકરમ ગાઝીએ કાશ્મીરમાંથી ખ્વાજા શાહિદનું અપહરણ કર્યું હતું. બાદમાં તેનું કપાયેલું માથું પીઓકેમાં નિયંત્રણ રેખા પાસેથી મળી આવ્યું હતું. તે ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્રના મુખ્ય આરોપીઓમાંનો એક હતો. અકરમ ગાઝી તેના ભાષણોમાં ભારત વિરુદ્ધ ઉગ્ર ભાષામો પ્રયોગ કરતો હતો. તે આતંકવાદીઓના સેન્ટ્રલ રિક્રુટમેન્ટ સેલનો મુખ્ય સભ્ય હતો. પખ્તુનખ્વાના બાજોરમાં બાઇક સવારે તેને ગોળી મારી હતી. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અન્ય એક લશ્કર કમાન્ડર રિયાઝ અહેમદ પીઓકેના રાવલકોટમાં અલ કુતુસ મસ્જિદની બહાર માર્યો ગયો હતો. 

ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરના કમાન્ડર ગાઝીને ઠાર હતો
ભારતના દુશ્મનોને વિદેશમાં સતત મારવામાં આવી રહ્યા છે. 10 ઓક્ટોબરે ફિદાયીન ટુકડીના મુખ્ય સંચાલક અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફને પણ પાકિસ્તાનના સિયાલકોટમાં હત્યા કરવામાં આવી હતી. જે 2016માં ભારતના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર હતો. લગભગ એક મહિના પહેલા જ ભારતના અન્ય દુશ્મન મુફ્તી કૈસર ફારુકની પણ પાકિસ્તાનમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગુલશન-એ-ઉમર મદરેસામાં તેની હત્યા કરવામાં આવી હતી. લશ્કરના મૌલાના ઝિયાઉર રહેમાનને પણ હુમલાખોરોએ કરાચીમાં ગોળી મારીને હત્યા કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ