બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / another case against fake pmo officer mayank tiwari eye doctor in vadodara threatened to settle 16 crore settlement case

મહાઠગ / કિરણ પટેલ બાદ હવે વડોદરામાંથી ઝડપાયો નકલી PMO ઓફિસર મયંક તિવારી, ડૉક્ટરને ધમકાવતો, CBIમાં ફરિયાદ

Malay

Last Updated: 08:26 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારીની વધી મુશ્કેલીઓ, સેન્ટ્રલ બ્ચુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે નકલી ઓફિસર સામે નોંધી ફરિયાદ

  • ગુજરાતમાં વધુ એક નકલી ઓફિસર સામે ફરિયાદ
  • મયંક તિવારી સામે CBIએ ફરિયાદ નોંધી
  • PMOમાં ઓધિકારી હોવાની આપતો ઓળખ 

Vadodara News: કિરણ પટેલ આ નામ સાંભળતા જ આપને યાદ આવી જશે કે PMOના અધિકારીની ખોટી ઓળખ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના અને લોકોને મૂર્ખ બનાવવાના કિસ્સાઓ હાલમાં જ સામે આવ્યા હતા, ત્યારે આવો વધુ એક કિરણ પટેલ એટલે કે મયંક તિવારી કે જેણે પણ PMOના અધિકારી તરીકેની પોતાની ઓળખ આપી અનેક અધિકારીઓ પર રોફ જમાવ્યો, લોકોને ધાક ધમકી પણ આપી. હાલ તે પોલીસના સકંજામાં આવી ગયો છે. મયંક તિવારી સામે CBIએ ફરિયાદ નોંધી છે.

ડોક્ટર અગ્રવાલને આપી હતી ધમકી
PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનારા ગુજરાતના વધુ એક ઠગભગત મયંક તિવારી સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી છે. સેન્ટ્રલ બ્ચુરો ઓફ ઈન્વેસ્ટિગશનની ટીમે વડોદરાના એક કેસમાં મયંક સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર, મંયક તિવારીએ પોતે PMOના અધિકારી હોવાનું કહીને વડોદરાની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ધાકધમકી આપી હતી. મયંકે ડોક્ટર અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા 16.43 કરોડના વિવાદમાં સમાધાન કરી લેવા જણાવ્યું હતું. આ મામલે હવે સીબીઆઈએ મયંક તિવારી સામે ફરિયાદ નોંધી છે. 

અનેક લોકોને બાટલીમાં ઉતાર્યા
PMOમાં એડવાઈઝર હોવાની ઓળખ આપનાર મંયક તિવારીએ અત્યાર સુધીમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે. એટલે કે તે અત્યાર સુધીમાં અનેક લોકોને બાટલીમાં ઉતારી ચૂક્યો છે. તેણે તાજેતરમાં જ વડોદરાની એક સ્કૂલમાં પોતાના ઓળખીતાઓના બાળકોના એડમિશન કરાવ્યા હતા. તો મયંક તિવારીએ શિક્ષણની મંજૂરીઓ લઈ આપવાની લાલચ આપીને મોટી રકમ પડાવવાનો કારસ પણ રચ્યો હતો. જેની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે હવે તેની સામે સીબીઆઈએ પણ ફરિયાદ નોંધ્યા બાદ મયંક તિવારીની મુશ્કેલીઓ વધી છે.

કિરણ પટેલની કરાઈ હતી ધરપકડ
આપને જણાવી દઈએ કે, થોડા મહિના અગાઉ જ પીએમઓ ઓફિસમા અધિકારી હોવાની ઓળખ આપીને ઘણા લાકો સાથે કરોડોની છેતરપિંડી આચરનારા અને અધિકારી બનીને જમ્મુ-કાશ્મીર જઈ આવેલા કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી હરતી. તેની સામે હજુ કાયદાકીય પગલા પૂર્ણ થયા નથી ત્યાં વધુ એક ઠગ સામે આવતા સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. 


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ