બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ કાર્ડ થયું વાયરલ, 4 દિવસ ચાલશે ફંક્શન, જાણો ખાસ શું

પ્રી-વેડિંગ / અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ કાર્ડ થયું વાયરલ, 4 દિવસ ચાલશે ફંક્શન, જાણો ખાસ શું

Last Updated: 02:52 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Ambani Radhika Merchant Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ પોતાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ચર્ચામાં છે. આ બન્ને જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવાના છે પરંતુ તેના પહેલા તે ઈટલીમાં એક વખચ ફરી ગ્રાન્ડ ફંક્શન કરવાના છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણી પોતાની લાઈફના નવા ચેપ્ટને શરૂ કરવા જઈ રહ્યા છે. તે રાધિકા મર્ચન્ટ સાથે આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. પરંતુ આ પહેલા તેમનું ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે.

ambani-5_0_0

જી હાં, બીજી વખત આ કપલનું પ્રી-વેડિંગ થવા જઈ રહ્યું છે. તેના માટે અંબાણી-મર્ચન્ટ અને બોલીવૂડના ઘણા સેલેબ્સ ત્યાં પહોંચી રહ્યા છે. આ વચ્ચે હવે ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શનનું ઈનવિટેશન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

ઈટલીના ક્રૂઝ પર થશે સેલિબ્રેશન

મુકેશ અંબાણીએ પોતાના દિકરા અને વહૂ માટે ઈટલીના ક્રૂઝ પર ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શન રાખીને શાનદાર સરપ્રાઈઝ આપ્યું છે. આ ક્રૂઝ ઈટલીથી ફ્રાંસ સુધીની યાત્રા માટે નિકળશે અને આ સમય દરમિયાન અંબાણી પરિવાર સમુદ્રની વચ્ચે સેલિબ્રેશ કરતો જોવા મળશે.

ambani-7

4 દિવસ સુધી ચાલશે ફંક્શન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ કાર્ડનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ફંક્શનની શરૂઆત 29મેથી 1 જૂન સુધી ચાલશે. વ્હાઈટ અને બ્લૂ કલરના આ કાર્ડ પર લખેલું છે, "લા વિટે ઈ અન વિયાજિયો" એટલે કે "જીવન એક યાત્રા છે." "આ દિવસોમાં જ્યારે મિત્રો એક સાથે જશે તો આ જીવનભરનું રોમાંચ હશે."

ambani-14

ઈટલીના આ શહેરમાં શામેલ થશે મહેમાન

આ કાર્ડ અનુસાર પ્રી-વેડિંગ ફંક્શન માટે બધા મહેમાનોને ઈટલીમાં સિસિલીના શહેર પલેર્મોમાં શામેલ થવાનું છે. 29 મેએ જ્યાંથી બધા એક સાથે ક્રૂઝ પર શામેલ થશે. તે ક્રૂઝ પર ફંક્શન વેલકમ લંચ થીમથી શરૂ થશે. 29મેએ સાંજે થીમ તારો વાલી રાત છે જે બીજા દિવસે એ રોમન હોલિડે થીમની સાથે આગળ વધશે.

વધુ વાંચો: સવારમાં ઉઠીને જો આ 5 વસ્તુ પીવાની આદત હોય સુધારી દેજો, શરીર માટે ખૂબ હાનિકારક

30મેની રાત્રે થીમ લા ડોલ્સે ફાર નિએંટ છે અને તેના બાદ રાત્રે 1 વાગ્યે ટોગા પાર્ટી થશે. બીજી દિવસની થીમ છે. વી ટર્ન્સ વન અંડર ધ સન, લે માસ્કરેડ અને પાર્ડન માય ફ્રેંચ. છેલ્લા દિવસે એટલે કે શનિવારે થીમ લા ડોલ્સે વીટા હશે જેમાં ઈટાલિયમ સમરનો ડ્રેસ કોડ હશે. આ કાર્ડ બાદ હવે ફેંસ આ ફંક્શનના ફોટોની રાહ જોઈ રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anant Ambani Radhika Merchant Pre Wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ