બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / An open threat to the director who offered the film to Seema Haider

વિવાદ / સીમા હૈદરને ફિલ્મ ઑફર કરનાર ડાયરેક્ટરને ખુલ્લી ધમકી, કહ્યું '...તો જાન સે માર દૂંગા'

Kishor

Last Updated: 04:28 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદેયપુરમાં થયેલી દરજી કન્હૈયા લાલની હત્યા પર ફિલ્મ બનાવનાર મેનેજિંગ ડિરેક્ટ અમિત જાનીએ સીમા હૈદરને રોલ માટે ઓફર કરતા તેને ધમકી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • ઉદેયપુરમાં થયેલી દરજી કન્હૈયા લાલની હત્યા પર ફિલ્મ
  • સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા સહિતના પર આરોપ
  • તો... ગુંડાઓ ફિલ્મના સેટ પર હુમલો કરી દેશે

રાજસ્થાન ઉદેયપુરમાં થયેલી દરજી કન્હૈયા લાલની હત્યા પર એક ફિલ્મ બની રહી છે. ફિલ્મના મેનેજિંગ ડિરેક્ટ અમિત જાનીએ આ ફિલ્મ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને પણ એક રોલ ઓફર કર્યો છે. જો કે નવાઇની વાત તો એ છે કે આ માટે સીમાએ પણ ફિલ્મની ઓફર સ્વીકારી લીધી છે. જો કે ફિલ્મ બનાવવાની તૈયારી કરતાં અમિત જાનીને ધમકીઓ પણ આપવાની શરૂઆત થઇ ચુકી છે. અમિત જાનીનો આરોપ છે કે સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા અભિષેક સોમ અને મોનુ માનેસરે તેઓને ધમકી આપી છે. 

વીડિયોમાં અભિષેક સોમે મને ધમકી આપી છે

અભિષેકે વીડિયોના માધ્યમથી તેઓને ધમકી આપી છે કે તેઓ પોતાના ગુંડાઓની સાથે મળીને ફિલ્મના સેટ પર હુમલો કરી દેશે. ધમકીભર્યો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મ નિર્દેશક અમિત જાનીએ ટ્વીટ કરી ઉત્તર પ્રદેશ પોલીસના અધિકારીઓને ફરિયાદ કરી છે. અમિતે ટ્વીટ કર્યું કે ''હું જાની ફાયરફોક્સ મીડિયા પ્રાઇવેટ હાઉસ લિમિટેડનો પ્રબંધક નિર્દેશક છું. મારું પ્રોડક્શન હાઉસ ઉદયપુરમાં ગત વર્ષે થયેલી દરજી કન્હૈયા લાલ સાહુ હત્યાકાંડ પર એક ફીચર ફિલ્મ બનાવી રહ્યું છે. જેની કાસ્ટિંગ ચાલી રહી છે. આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તેનું શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મેં આજે મીડિયા ગ્રૂપમાં વાયરલ થયેલો વીડિયો જોયો જે મેરઠમાં રહેતા અભિષેક સોમનો છે. વીડિયોમાં અભિષેક સોમે મને ધમકી આપી છે. 

સીમા હૈદરને રોલ આપ્યો તો અંજામ સારો નહીં આવે

ટ્વીટમાં અમિતે વધુમાં લખ્યું કે અભિષેકે મને ધમકી આપતાં કહ્યું છે કે ફિલ્મના સેટ પર હંગામો અને તોડફોડ કરશે. જેવી રીતે પદ્માવત ફિલ્મના શૂટ દરમિયાન થયો હતો. આ વીડિયો બાદ અમિત જાનીએ કાર્યવાહી કરવા માટે પોલીસને અપીલ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે એક વીડિયો કોલ પણ આવ્યો છે, પરંતુ તેઓએ ઉપાડ્યો ન હતો, પરંતુ ત્યારબાદ તેમને પાસે વોઇસ મેસેજ આવ્યો અને તેમાં મોનૂ માનેસર નામના વ્યક્તિએ ધમકી આપી હતી. આ ધમકીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે જો સીમા હૈદરને રોલ આપ્યો તો અંજામ સારો નહીં આવે. 

અભિષેક સોમ તરફથી પણ નોએડા કમિશનરને એક પ્રાર્થના પત્ર  આપવામાં આવ્યો છે જેમાં અમિત જાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અભિષેકનું કહેવું છે કે જો અમિત જાનીએ આ ફિલ્મને બનાવી તો અમે તેને રીલિઝ થવા નહીં દઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ