બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / An 'armed terrorist' entered a temple full of devotees in Maharashtra's Dhule Mock drill police

શ્વાસ થંભી ગયા / સ્વામિનારાયણ મંદિરમાં ઘૂસ્યા ડમી આતંકી: એક ભક્તે બંદૂકધારીને માર્યો લાફો, સમજાવટ માટે પોલીસે આવવું પડ્યું

Pravin Joshi

Last Updated: 12:21 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ધુલેમાં એક 'સશસ્ત્ર આતંકવાદી' ભક્તોથી ભરેલા મંદિરમાં ઘૂસ્યો. 'આતંકવાદી'ના હાથમાં હથિયારથી ભક્તો ગભરાઈ ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ 'સશસ્ત્ર આતંકવાદી'ને થપ્પડ મારી હતી. આ પછી આ મામલે એક ટ્વીટ આવ્યું અને થોડી વાર પછી બધાએ રાહતનો શ્વાસ લીધો.

  • મહારાષ્ટ્રના ધુલે શહેરમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું 
  • ડમી આતંકવાદીઓ મોઢું ઢાંકીને મંદિરમાં પ્રવેશ્યા હતા
  • એક વ્યક્તિએ 'સશસ્ત્ર આતંકવાદી'ને મારી દીધી થપ્પડ

મહારાષ્ટ્રના ધુલે શહેરમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું જ્યારે હાથમાં રાઇફલ અને મોઢા પર કાળા કપડા પહેરેલા એક વ્યક્તિ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ્યો. મંદિરમાં આતંકી ઘુસી જવાથી ભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે શ્રદ્ધાળુઓને ખબર પડી કે આ બધું મોકડ્રીલનો એક ભાગ છે. મંદિરમાં હાજર વ્યક્તિ દ્વારા થપ્પડ માર્યા બાદ પોલીસ અંદર પ્રવેશી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના વાસ્તવિક નથી, પરંતુ તેમના તરફથી એક કવાયતનો ભાગ છે. પોલીસે જણાવ્યું હતું કે મોક ડ્રીલનો હેતુ આવી પરિસ્થિતિઓ દરમિયાન નાગરિકોની તકેદારીનું અવલોકન કરવાનો હતો. પોલીસ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસ પણ અલગ-અલગ જગ્યાએ મોકડ્રીલ કરતી જોવા મળે છે. આવી જ એક મોકડ્રીલ કરવી પોલીસ માટે બોજારૂપ સાબિત થઈ છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના ધુલે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં હાજર એક વ્યક્તિએ ડમી આતંકવાદી બનેલા યુવકને માર માર્યો હતો. 

એક વ્યક્તિએ 'સશસ્ત્ર આતંકવાદી'ને મારી દીધી થપ્પડ

બીજી તરફ થપ્પડ મારનાર વ્યક્તિની ઓળખ પ્રશાંત કુલકર્ણી (35) તરીકે થઈ છે. પોલીસકર્મીને થપ્પડ માર્યા બાદ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'સશસ્ત્ર આતંકવાદી'ને જોઈને પ્રશાંતના બાળકો ડરી ગયા હતા, ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ડમી આતંકવાદીઓ મોઢું ઢાંકીને મંદિરમાં પ્રવેશ્યા 

આ મોક ડ્રીલ દરમિયાન ડમી આતંકવાદીઓ મોઢું ઢાંકીને મંદિરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં રાઈફલ પણ હતી અને તેણે એક વ્યક્તિને બંધક બનાવી લીધો હતો. આતંકીને જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા. જ્યારે બાળકો રડવા લાગ્યા હતા. બાળકને રડતો જોઈને એક પિતા ડમી આતંકવાદી પાસે પહોંચ્યો અને તેને જોરથી થપ્પડ મારી. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ દરમિયાનગીરી કરી હતી. જ્યારે પ્રશાંત કુલકર્ણી નામના વ્યક્તિને કહેવામાં આવ્યું કે તે કોઈપણ આતંકવાદી ઘટનાને પહોંચી વળવા માટે એક મોક ડ્રીલ છે, ત્યારે તેનો ગુસ્સો શમી ગયો. મંદિરમાં તૈયારીઓ ચકાસવા પોલીસકર્મીઓ મોકડ્રીલ કરી રહ્યા હતા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જેમાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ત્યાં હાજર લોકોને આ મોકડ્રીલ હોવાની જાણ થતાં તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોક ડ્રીલ શું છે?

કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે મોક ડ્રીલ એક એવી પ્રેક્ટિસ છે, જેમાં તે બતાવવામાં આવે છે કે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા માટે કયા જરૂરી પગલાં લેવામાં આવશે. સુરક્ષાના કારણોસર વિશ્વભરની શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, એપાર્ટમેન્ટ્સ, ઉદ્યોગો અને સંસ્થાઓમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવે છે. આ ઘટના એકદમ વાસ્તવિક લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ