બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / An advanced variety of rakhis have been made by women artists of Surat. These rakhis are in demand both in the country and abroad.

રક્ષાબંધન / સુરતની મહિલા આર્ટિસ્ટે પૂજાપાની વસ્તુમાંથી તૈયાર કરી યુનિક રાખડીઓ, દેશ-વિદેશમાં ભારે ડિમાન્ડ, જુઓ PHOTOS

Vishal Khamar

Last Updated: 10:30 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈ-બહેનનાં પવિત્ર તહેવારને લઈને સુરતનાં બજારમાં અવનવી રાખડ઼ીઓ જોવા મળી રહી છે. સુરતની મહિલા આર્ટિસ્ટ દ્વારા અનેક ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને રાખડીઓ બનાવવામાં આવી છે. મહિલા આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરેલ રાખડીઓની માંગ દેશ-વિદેશમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.

  • રક્ષાબંધન પર્વને લઈ સુરતનાં બજારોમાં અવનવી રાખડીઓનું આગમન
  • મહિલા આર્ટિસ્ટ દ્વારા આકર્ષક તેમજ રંગબેરંગી રાખડીઓ બનાવવામાં આવી 
  • મહિલાએ રાખડીઓનાં ફોટા ઈન્સ્ટાગ્રામ પર મુકતા રાખડીઓની માંગ વધી

આગામી રક્ષાબંધનના પર્વને લઈ સુરતના બજારોમાં અવનવી રાખડીઓ હાલ આવી ચુકી છે.જ્યાં સુરતની મહિલા આર્ટિસ્ટ દ્વારા યુનિક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જે રાખડીઓ પૂજા સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવી છે. જેમાં નારિયેળના કોચલા,કંકુ,ચંદન,સહિત વિવિધ પૂજા સામગ્રીમાંથી રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેની ડિમાન્ડ પણ દેશ-વિદેશમાંથી આવી રહી છે.જેમાં ઓનલાઈન રાખડીની ડિમાન્ડ હાલ વધુ છે.

બજારમાં પણ હાલ અવનવી રાખડીઓ આવી ચૂકી 
ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમના અતૂટ બંધન એવા રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધનના પર્વની બહેન આતુરતાપૂર્વક વાટ જોતી હોય છે. પર્વ અગાઉ જ બહેન દ્વારા અવનવી રાખડીઓની ખરીદી કરવામાં આવે છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો પર્વ છે ત્યારે બજારમાં પણ હાલ અવનવી રાખડીઓ આવી ચૂકી છે.આ વચ્ચે સુરતની મહિલા આર્ટિસ્ટ દ્વારા યુનિક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે આ રાખડીની ખાસિયત એ છે કે પૂજા સામગ્રીમાંથી આ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. 

પૂજા સામગ્રીમાંથી રાખડીઓ બનાવવામાં આવી 
મહિલા આર્ટિસ્ટ આયુષી દેસાઈના જણાવ્યા અનુસાર કોરોના કાળથી તેણી દર વર્ષે રક્ષાબંધનના પર્વ અગાઉથી જ યુનિક રાખડી બનાવતી આવે છે. જોકે આ વખતે પૂજા સામગ્રીમાંથી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જેમાં નારિયેળીના કોચલા,કંકુ,ચંદન,ભસ્મ,ચોખા, નારાછડી, મોરપીંછના પંખમાં અને રુદ્રાક્ષમાંથી આ રાખડીઓ તૈયાર કરાઈ રહી છે. જે અન્ય રાખડીઓની સરખામણીએ બિલકુલ અલગ છે. આ માટે અલગ અલગ રો-મટીરીયલનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ક્યુ આર કોડવાળી રાખડી પણ બનાવવામાં આવી
આયુષી દેસાઈના જણાવ્યા પ્રમાણે તેણીએ કોરોના કાળથી યુનિક રાખડી બનાવવાની શરૂઆત કરી હતી. કોરોના કાળ દરમિયાન રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઇ તેણીએ માસ્ક અને સેનીટાઇઝરવાળી રાખડી પણ બનાવી હતી. જે બાદ ક્યુ આર કોડવાળી રાખડી પણ બનાવવામાં આવી હતી. જે કયું આર કોડ સ્કેન કરવાથી એક મેસેજ અથવા સોંગ વાગે છે. જ્યાં હવે પૂજા સામગ્રીમાંથી રાખડી બનાવવાની શરૂઆત કરી છે. જેની દેશ-વિદેશ માંથી પણ ડિમાન્ડ આવી રહી છે. આ રાખડીની બજાર કિંમત 75 રૂપિયાથી લઈ ₹100 સુધીની મૂકવામાં આવી છે. જે રાખડીના ફોટો ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોસીયલ મીડિયા પર મુકતા સારી એવી ડિમાન્ડ પણ નીકળી છે.

ભગવાન, મોર જેવી થીમ બેઝ રાખડીઓની પણ વધુ ડિમાન્ડ
પૂજા સામગ્રીમાંથી બનાવવામાં આવેલ રાખડીઓમાં મુખ્યતવે ગણેશ,હાથી, દેવાધિદેવ મહાદેવ, રાધેકૃષ્ણ, ઓમ, મોર, ચકલી,  ડમરુ જેવી થીમ બેઝ રાખડીઓની પણ વધુ ડિમાન્ડ હાલ આવી રહી છે. જ્યાં રક્ષાબંધનના પર્વ અગાઉ જ સુરતની મહિલા આર્ટિસ્ટ દ્વારા પૂજા સામગ્રીમાંથી તૈયાર થતી આ રાખડીઓ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ