ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ ફરી ગુજરાત આવશે, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી
Last Updated: 07:51 AM, 5 April 2025
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે.. આજે રાત્રે તેઓ અમદાવાદ પહોંચશે. તેઓ
આવતીકાલે એટલે કે 6 એપ્રિલે કલોલ ખાતે ઇફકોના કાર્યક્રમમાં હાજરી આપશે.
ADVERTISEMENT
કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેમાં અમિત શાહ હાજરી આપશે. તેઓ કલોલમાં ઇફ્કોના બીજ અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ પણ કરશે.. આ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથી તરીકે હાજરી આપવાના છે.. કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. તો અન્ય અતિથીઓમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ , સહકારિતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કલોલ વિધાનસભાના ધારાસભ્ય ઠાકોર લક્ષ્મણજી પુંજાજી, ઇફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચોઃ ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી 3 લોકોનાં મોત, પાણીનો ફુવારો મોત બનીને આવ્યો
ADVERTISEMENT
આજે મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.. અમદાવાદ એરપોર્ટથી અમિત શાહ તેમના અમદાવાદના થલતેજ ખાતેના નિવાસસ્થાને જવા રવાના થશે. ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. રવિવારે એટલે કે 6 એપ્રિલના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના માત્ર 1 દિવસીય પ્રવાસમાં 10 વાગે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સેક્ટર અંતર્ગત આયોજિત કલોલ સ્થિત ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે.
તેમના આગમનને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ