બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AMIT SHAH SPOKE TO HARSH SANGHVI ON MORBI BRIDGE ACCIDENT

BIG NEWS / મોરબી દુર્ઘટના: ગૃહમંત્રી શાહે હર્ષ સંઘવી સાથે કરી ટેલિફોનિક વાતચીત, NDRFને અપાયા આદેશ

Parth

Last Updated: 08:22 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી ટેલિફોનિક વાતચીત, પીડિતોને તાત્કાલિક સારવાર પહોંચાડવા તંત્રને આદેશ

  • મોરબીમાં મોટી દુર્ઘટના 
  • ઝૂલતો પૂલ તૂટી પડવાના કારણે લોકો ડૂબ્યાં 
  • અમિત શાહે હર્ષ સંઘવીને કર્યો ફોન 

અમિત શાહે સંઘવી સાથે કરી વાતચીત 
મોરબીમાં થયેલ મોટી દુર્ઘટના મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને પીડિતોને તાત્કાલિક સારવાર આપવા માટે તંત્રને કડક આદેશ આપ્યા હતા. આ સિવાય કેન્દ્રથી NDRFની ટીમોને ઘટનાસ્થળે પહોંચવાના આદેશ પણ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યા છે. 

500થી વધુ લોકો પુલ પર હતા અને પુલ તૂટ્યા 
મોરબીનો રાજાશાહી વખતનો ઝૂલતો પુલ તૂટતા સૌરાષ્ટ્ર, ગુજરાત સહીત દેશભરમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. પૂલ પર મોટી સંખ્યામાં મહિલા અને બાળકો સહીત 500 લોકો બ્રિજ પર હતા. તે દરમિયાન પુલ તુટતા 500 લોકો નદીમાં ખાબક્યા હતા. આ ઘટના દેશભરમાં ગાજી રહી છે. ત્યારે મોરબીની દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચિત કરી હતી.આ મામલે અન્ય અધિકારીઓ તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની એકત્રીકરણની માંગ કરી છે. વધુમાં પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું 
બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના અંગે ટ્વિટ કર્યું છે. જેમા તેમણે જણાવ્યું  કે આ ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. મોરબીમાં ઘર આંગણે વિશ્વકક્ષાનો ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું.  ત્યારબાદ નૂતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસથી આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તો મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પુલ ઉપર ફરવા માટે ઉમટી પડ્યા હતા.

રાજા સર વાઘજી ઠાકોર દ્વારા ઝૂલતો પુલ બનાવાયો હતો
અત્રે ઉલેખનીય છે કે, મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. 

ઓરેવા ટ્રસ્ટને સોંપાઇ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની જવાબદારી 
આ જુલતા પુલનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે તે માટે  ટ્રસ્ટ દ્વારા જિંદાલ કંપનીનેઆ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી ૧૫ વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપમાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ