બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Amit Shah in Bengal said Mamta banergees government will go before 2025

નવા-જૂનીના એંધાણ! / VIDEO: 2025 પહેલા જ તૂટી પડશે મમતા બેનર્જીની સરકાર...: ગૃહમંત્રી શાહના નિવેદનથી બંગાળના રાજકારણમાં ગરમાવો

Vaidehi

Last Updated: 06:19 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah in Bengal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બંગાળનાં બીરભૂમ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યાં હતાં.

  • ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યાં બંગાળ
  • 2024ની ચૂંટણીને લઈને કર્યું જનસંબોધન
  • ભાજપને લોકસભામાં 35થી વધારે સીટ જીતાડવા કર્યુ આહ્વાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બીરભૂમ જિલ્લાનાં સિઉડીની સભાને સંબોધિત કરતાં મમતા બેનર્જીની સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું છે. 2024માં ભારતીય જનતા પાર્ટીને  લોકસભામાં 35થી વધારે સીટ આપો તો વર્ષ 2025 સુધી મમતા બેનર્જીની સરકાર કડડ ભૂસ...થઈ જશે. તેમણે કહ્યું કે દીદીનાં શાસનમાં બંગાળ બોમ્બ ધમાકાનું સેન્ટર બની ગયું છે. ભાજપની સરકાર બનાવો પછી રામનવમીમાં હિંસા નહીં થાય.

2024માં બંગાળમાં BJPની 35 સીટથી અપાવો વિજય-શાહ
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે વર્ષ 2024માં PM મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું છે. સમગ્ર બંગાળની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવ્યાં બાદ કહ્યું કે દેશમાં પહેલીવાર આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં બંગાળની આ જનતાએ 77 સીટ ભાજપને આપી છે. ભાજપ માટે આ એક મોટી જવાબદારી છે. બંગાળ વિધાનસભામાં વિધાયકો અને અધિકારી દીદીની દાદાગિરીથી લડવા માટે કામ કરી રહ્યાં છે.

દીદી-ભત્રીજાને હટાવો, ભાજપને લાવો- શાહ
અમિત શાહે કહ્યું કે દીદી અને ભત્રીજાને હરાવીને જ બંગાળને બચાવી શકાય છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી નથી ઈચ્છતી કે રાજ્યને આયુષ્માન ભારત યોજના મળે. એકવાર બંગાળમાં ભાજપની સરકાર બનાવો. 8 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયાની મફત સ્વાસ્થ્ય સેવાઓ આપશું. તેમણે કહ્યું કે જેમને ભારત સરકારે ગૌ-તસ્કરીનાં મામલામાં જેલમાં નાખ્યાં છે તેમને પણ દીદીએ અધ્યક્ષ બનાવીને રાખ્યાં છે.

દેશને સુરક્ષિત રાખવું છે તો PM મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવો
તેમણે આગળ જણાવ્યું કે બંગાળથી બોમ્બ ધમાકા બંધ કરવા ઈચ્છો છો, ગાય તસ્કરી, ઘુસપેઠ બંધ કરવા ઈચ્છો છો, ભાઈ-ભત્રીજાવાદ બંધ કરવું છે..મમતા બેનર્જી કરી શકે છે, ના માત્રને માત્ર નરેન્દ્ર મોદીજી આ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ