બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Amit Shah convened a meeting amid raids on PFI locations across the country

BIG BREAKING / ગૃહમંત્રી અમિત શાહની હાઇલેવલ મીટિંગ: સમગ્ર દેશમાં PFI પર સૌથી મોટા એક્શનને લઈને ચર્ચા, NSA-NIA ચીફ હાજર

Malay

Last Updated: 12:28 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. જેમાં NSA, NIA ચીફ, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

  • દેશભરમાં PFIના ઠેકાણા પર દરોડા
  • ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી મહત્વની બેઠક
  • NSA, NIA ચીફ અને ગૃહ સચિવ હાજર

કેરલ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. 

 

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન 

દેશભરમાં ટેરર ​ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ અને યુપી સહિત દેશના 10 રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે અને તેમના 100થી વધુ કેડરોની ધરપકડ કરી છે.

પીએફઆઈના ચેરમેન પણ NIA અને EDની રડાર પર 

આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક યોજી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.  આ વચ્ચે જોવા જઈએ તો NIA અને EDની રડાર પર પીએફઆઈના ચેરમેન ઓએમએ સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રની મોટી બેઠક હાલ ચાલી રહી છે.

10 રાજ્યોમાં NIA અને EDના દરોડા

સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA અને EDની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને 10 રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાડ, ડીંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ