બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Amit Shah Asks Top Cop To Probe Case Of Woman Dragged Under Car In Delhi

ક્રાઈમ પર એક્શન / 'દિલ્હીની દીકરી' પર હેવાનિયતથી એક્શનમાં આવ્યાં અમિત શાહ, તાબડતોબ કર્યું આવું કામ

Hiralal

Last Updated: 08:10 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના ચકચારી હિટ એન્ડ રન કેસમાં એક્શનમાં આવ્યાં છે.

  • દિલ્હીમાં સ્કૂટી સવાર છોકરીનો ચર્ચાસ્પદ મામલો
  • ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં એક્શનમાં 
  • દિલ્હી પોલીસ પાસેથી માગ્યો વિસ્તૃત રિપોર્ટ
  • દિલ્હી પોલીસ અમિત શાહના મંત્રાલય હેઠળ આવે છે

દિલ્હીના કંઝાવલા વિસ્તારમાં છોકરીને કારથી ઘસડીને મારી નાખવાના કેસમાં દેશભરમાં ચર્ચા છે. પોલીસ આ કેસમા સારી રીતે કામગીરી કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 3 દિવસની કસ્ટડી મેળવી લીધી છે અને ઘણી ટીમ બનાવીને અલગ અલગ એન્ગલથી તપાસ શરુ કરી દીધી છે. આ દરમિયાન હવે દિલ્હીમાં બનેલી આ ઘટનાની નોંધ ખુદ ગૃહમંત્રી અમિત શાહે લીધી છે. અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર પાસેથી આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે અને તેને આધારે પોલીસને વધારાનો આદેશ આપશે. સ્કૂટી સવાર છોકરીની જે રીતે હત્યા થઈ છે તે જોઈને આખો દેશ શોકમાં છે ત્યારે અમિત શાહે પણ આ મામલે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. આ કેસની તપાસ દિલ્હી પોલીસના સિનિયર ઓફિસર શાલીની સિંહને સોંપાઈ છે અને તેઓ વહેલામાં વહેલી તકે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપી દેશે.

વિસ્તૃત રિપોર્ટ તાત્કાલિક સોંપો- દિલ્હી પોલીસને શાહનો નિર્દેશ 
હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ આ કેસનો વિસ્તૃત રિપોર્ટ તાત્કાલિક તેમને સોંપી દે. રિપોર્ટને આધારે અમિત શાહ આગળનો નિર્ણય કરશે. 

શું હતી ઘટના 
રવિવારે વહેલી સવારે દિલ્હીના કંઝાવલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી હતી. શરીરના ઘણા ભાગો વિકૃત થઈ ગયા હતા. પોલીસનો દાવો છે કે કારમાં સવાર પાંચ યુવકોએ એક યુવતીને ટક્કર મારી હતી, ત્યારબાદ તેને રસ્તા પર 10થી 12 કિમી સુધી ખેંચીને લઈ ગયા હતા, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. લાશ મળ્યા બાદ દિલ્હી પોલીસે તપાસ કરતાં ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પડી હોવાનું જાણવા મળ્યું હતું, જે અકસ્માતમાં હતું. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ભાળ મળી હતી.

દિલ્હીના સીએમ અને એલજીએ શું કહ્યું?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવીને આરોપીઓ માટે ફાંસીની સજાની માગ કરી તો ઉપરાજ્યપાલ સક્સેનાએ પણ કહ્યું કે આ ઘટના બાદ મારુ માથું શરમથી ઝૂકી ગયું છે. 

શું છે કેસ અને અત્યાર સુધી શું બન્યું 
નવા વર્ષની રાતે દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી સવાર છોકરીને 5 છોકરાઓએ કારની ટક્કર મારી હતી જે પછી તે કારની પાછળના ભાગે ફસાઈ ગઈ હતી અને આ દરમિયાન આરોપીઓએ કારને મારી મૂકી હતી અને છોકરી ઘસડતી રહી હતી લગભગ 12 કિલોમીટર સુધી છોકરી સાથે આવી હેવાનિયત ચાલી હતી અને આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું અને વળાંક પર તેની લાશ કારથી અલગ થઈને પડી ગઈ હતી અને નગ્નાવસ્થામાં તેની લાશ પોલીસને મળી હતી. 

પીડિતાનું થયું પોસ્ટમોર્ટમ
આ કેસમાં પીડિતાનું પોસ્ટમોર્ટમ કરીને લાશ તેના પરિવારને સોંપી દેવાઈ છે. 

કોણ છે આરોપીઓ 

દીપક ખન્ના(26) ગ્રામીણ સેવાનો ડ્રાઈવર છે. અમિત ખન્ના(25) ઉત્તમ નગરમાં એસબીઆઈ કાર્ડમાં કામ કરે છે. 27 વર્ષીય કૃષ્ણન દિલ્હીના કનોટ પ્લેસમાં કામ કરે છે. મિથુન (૨૬) નારાયણમાં હેરડ્રેસરનું કામ કરે છે. છેલ્લો આરોપી મનોજ મિત્તલ સુલતાનપુરીમાં ફૂડ ડીલર તરીકે કામ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે આરોપી દીપક ખન્ના નશામાં હતો કે કેમ તેની તપાસ કરવા માટે તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે.

તમામ આરોપી 3 દિવસની પોલીસ કસ્ટડીમાં
પોલીસે તમામ 5 આરોપીઓની કસ્ટડી મેળવી લીધી છે અને પૂછપરછ શરુ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ